ટેસ્ટ ક્રિકેટના સંન્યાસના એક દીવસ બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા હતા અને આશિર્વાદ લીધા હતા. પ્રેમાનંદ મહારાજના આશિર્વાદ લેવા વિરાટ અનુષ્કા અવાર નવાર વૃંદાવન આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અનુષ્કા અને વિરાટે 2 કલાક સુધી બાબાના આશ્રમમાં સમય વિતાવ્યો હતો અને 15 મીનીટ સુધી વાતચીત થઇ હતી.
આ પહેલી વાર નથી જ્યારે કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હોય. અગાઉ, તેઓ વર્ષ 2023 માં અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ વૃંદાવનની મુલાકાતે આવ્યા હતા.
એક દિવસ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી
વિરાટ કોહલીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી કુલ 14 વર્ષની હતી, જેમાં તેણે 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં 30 સદી સાથે 9230 રન બનાવ્યા હતા. 36 વર્ષીય વિરાટ કોહલી છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી
કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પસંદગીકારો આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. તમને જણાવી દઈએ કે કોહલીએ ગયા વર્ષે જ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
પહેલા પણ ઘણી વાર વૃંદાવનની મુલાકાત લીધી છે.
કોહલી આ પહેલા પણ ઘણી વખત પત્ની અને બાળકો સાથે વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યો છે. આ પહેલા જ્યારે વિરાટ-અનુષ્કા વૃંદાવન ગયા હતા ત્યારે તેમનો પુત્ર અકય પણ તેમની સાથે હતો, જેનો ચહેરો દુનિયાએ પહેલી વાર જોયો હતો. જ્યારે પણ ક્રિકેટરની કારકિર્દીમાં પડકારો અને સંઘર્ષો આવતા, ત્યારે તે હંમેશા અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લેતા અને તેમના આશીર્વાદ લેતા. તેના વીડિયો વારંવાર વાયરલ થાય છે.
અનુષ્કાએ વિરાટના વખાણ કર્યા
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, તેની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. તેણે વિરાટની તસવીર સાથે લખ્યું, ‘તે આંસુ જે તમે ક્યારેય બતાવ્યા નહીં, તે આંસુ જે તમે એકલા વહાવ્યા, તે આંસુ જે તમે ક્યારેય બતાવ્યા નહીં…’ આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટના સંઘર્ષ અને સમર્પણની પ્રશંસા કરી. તેણીએ લખ્યું કે તે હંમેશા વિરાટની પડખે ઉભી રહી અને તેના સંઘર્ષોને સમજતી. પોસ્ટમાં, અનુષ્કાએ વિરાટને પોતાનું ‘ઘર’ ગણાવ્યું અને કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તેને તેના જીવનસાથી તરીકે મળ્યો.


