ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈના અલીબાગમાં નેટ બોલરો સાથે ટ્રેનિંગ સેશન દરમિયાન એક ખાસ ક્ષણ શેર કરી. વિરાટ કોહલીએ તેમની સાથે ફોટા પડાવ્યા જ નહીં પરંતુ ઓટોગ્રાફ આપીને તેમને ખુશ પણ કર્યા.
ઝારખંડના ઈમર્જિંગ ફાસ્ટ બોલર ઋત્વિક પાઠકે એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી તેના આઈફોનની પાછળ ઓટોગ્રાફ આપતો જોવા મળે છે. તેને એક સહી કરેલો ક્રિકેટ બોલ પણ બતાવ્યો.
વિરાટ કોહલીએ નેટ બોલરની ઈચ્છા કરી પૂર્ણ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં ઋત્વિક પોતાના ફોનના બેક કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતો જોઈ શકાય છે જ્યારે કોહલી ફોન પર સાઈન કરે છે. ઋત્વિકે વીડિયોને કેપ્શન આપ્યું છે, “ફોન કાયમ રહેશે નહીં, પણ આ વીડિયો કાયમ રહેશે.” આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
દિલ્હી તરફથી રમતા જોવા મળશે વિરાટ કોહલી
વિજય હજારે ટ્રોફીમાં પરત ફરી રહેલા વિરાટ કોહલી અલીબાગમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. 36 વર્ષના વિરાટ કોહલીને દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરૂ થશે. વિરાટ કોહલી બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઓછામાં ઓછી બે મેચ રમશે તેવી અપેક્ષા છે. પરંતુ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન અથવા વિરાટ કોહલી દ્વારા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તે કઈ મેચોમાં રમશે.
વિજય હજારે ટ્રોફીનો ગ્રુપ સ્ટેજ 24 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી ચાલશે, જ્યારે નોકઆઉટ મેચ 12 જાન્યુઆરીથી શરૂ થશે. ઈન્ટરનેશનલ પ્રતિબદ્ધતાને કારણે વિરાટ કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારતને 11 થી 18 જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ODI સિરીઝ રમવાની છે.
આ પણ વાંચો: Delhi Capitalsએ લીધો મોટો નિર્ણય, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા બદલાશે ટીમની કેપ્ટન!


