ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધાના પાંચ દિવસ પછી વિરાટ કોહલીએ ગયા સોમવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી.ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીની જાહેરાતના થોડા દિવસો પહેલા કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારે હવે આ મામલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
સુરેશ રૈનાએ કરી ખાસ માગ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવો જોઈએ . 36 વર્ષીય વિરાટે 123 મેચમાં 30 સદીની મદદથી 9230 રન બનાવીને ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે પોતાની કારકિર્દીનો અંત કર્યો. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પહેલા સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રૈનાએ કહ્યું કે કોહલીને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવો જોઈએ, જેમાં ખેલાડી અને ટીમના કેપ્ટન તરીકેની તેમની સિદ્ધિઓનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ કારણ કે તેમણે ભારત માટે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે.
નિવૃત્તિ મેચનું આયોજન થવુ જોઇએ- રૈના
સુરેશ રૈનાએ બીસીસીઆઇ સાથે વાત કરતા કહ્યું કે તેમજ તેમના હોમ ગ્રાઉન્ડ દિલ્હીમાં તેમની નિવૃત્તિ મેચનું આયોજન કરવાની વિનંતી કરી હતી. જેના તેઓ હકદાર છે. તેમણે કહ્યું કે મને પણ લાગે છે કે તેને દિલ્હીમાં નિવૃત્તિ મેચ આપવી જોઈએ. તેમનો પરિવાર અને કોચ તેમને ટેકો આપવા માટે હાજર રહ્યા હોત. દેશ માટે આટલું બધું કર્યા પછી તમે તેની સાથે વાત કરો કારણ કે તે નિવૃત્તિ મેચને લાયક છે. ઉલ્લેખનીય છે કે શનિવારે મોટી સંખ્યામાં ચાહકો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા અને કોહલીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર એકમાત્ર એવા ખેલાડી છે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2014 માં, 40 વર્ષની ઉંમરે, તેઓ આ એવોર્ડ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા.
આવી હતી વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી
2011 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીએ કુલ 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, કિંગ કોહલીના બેટે 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા. વિરાટે ટેસ્ટમાં 7 બેવડી સદી, 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2025ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.