- આજે વિરાટ કોહલીનો જન્મદિવસ
- કોલકાતામાં ફેન્સે વિરાટ કોહલીના જન્મદિવસ નિમિત્તે કાપી કેક
- વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અત્યારના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 35મો જન્મ દિવસ છે. વિરાટના જન્મદિવસે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ફેન્સે તેના જન્મદિવસની ઉજવણી કરી છે. આ દરમિયાન ફેન્સે કેક પણ કાપી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
મમતા બેનર્જીએ કોહલીને પાઠવી શુભેચ્છા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરાટ કોહલીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને લખ્યું કે, ખુશી છે કે, મહાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર આપણા દેશ માટે એક ઐતિહાસિક મેચ રમવા માટે કોલકાતામાં છે. વિરાટને જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા તેમને અને તેમના પરિવારને તમામ ખુશી અને સફળતાની શુભકામના.
ICCએ શેર કર્યો ખાસ વીડિયો
વિરાટ કોહલીએ તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વપૂર્ણ મેચોમાં મેચ વિનિંગ ઇનિંગ રમી છે. વિરાટ કોહલી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ICCએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ દ્રવિડ, રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાએ કોહલી અંગે પ્રતિક્રિયા આપી છે. દ્રવિડે કોહલીને ક્રિકેટનો દિગ્ગજ ગણાવ્યો છે.