- કોહલી ડાયટમાં શુગર અને ગ્લૂટેન ફૂડ્સને સામેલ કરતા નથી
- કોફી, દાળ, કિનોવા, પાલક, શાક, ઢોંસા ડાયટમાં કરે છે સામેલ
- બદામ, પ્રોટીન બાર અને ચાઈનીઝ ફૂડ પણ ખાય છે કોહલી
5 નવેમ્બરની તારીખ વિરાટ કોહલી માટે ખાસ છે કારણ કે તે તેનો જન્મદિવસ છે. આજે કિંગ કોહલી 35 વર્ષના થયા છે. સાથે આ દિવસ ખાસ હોવાનું એક મોટું કારણ એ છે કે જ્યારે પણ તે તેના જન્મદિવસ પર મેચ રમ્યો ત્યારે તે ક્યારેય હાર્યા નથી. આજે ભારત અને દ. આફ્રિકાની મેચમાં પણ કોહલી રમશે અને સાથે જ આ મેચની જીતના ચાન્સ પણ વધી જાય છે. તો આ સમયે એ પણ જાણવું જરૂરી છે કે વિરાટ કોહલીની ફિટનેસનું રહસ્ય શું છે. શું તમે એ જાણો છો કે મેચમાં પોતાની તંદુરસ્તી જાળવી રાખવા માટે વિરાટ કોહલી કઈ રીતે તેના ફિટનેસ અને ડાયટ રૂટિનને ફોલો કરે છે. વિરાટે એક સમયે કહ્યું હતું કે તે પોતાના ડાયટમાં કેટલીક ચીજોને સામેલ કરવાનું ચૂકતા નથી. આ સાથે તે ભરપેટ જમવાનું ટાળે છે. તો જાણો તેમનું ફિટનેસ રૂટિન પણ.
જિમમાં વહાવે છે પરસેવો
અનેકવાર તમે કોહલીના ઈન્સ્ટાગ્રામના ફોટો જોયા હશે. જેમાં તેઓ ભરપૂર કસરત કરતા પણ જોવા મળે છે. તે રોજ જિમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે. આ કારણે તેમની હેલ્થ સારી બની રહે છે. આ સિવાય તેમને જ્યારે પણ સમય મળે તો તે ઘરે રમતો રમવાનું પસંદ કરે છે. તમને યાદ હશે કે તેઓ લોકડાઉનમાં પત્ની અનુષ્કા સાથે ક્રિકેટ રમતા હતા. કોહલીના સિક્સ પેક એબ્સને જોઈને તમે સમજી શકો છો કે તેઓ ફિટનેસ અને ડાયટ પ્લાનને કેટલું સ્ટ્રીકલી ફોલો કરે છે.
વિરાટ કેટલા ટકા ભોજન લે છે
વિરાટ કોહલી પોતાની ફિટનેસ સાથે એક્ટિવ રહેવા માટે ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. તે ડાયટમાં 3 ચીજો પર ભાર આપે છે. કોહલી ડાયટમાં શુગર અને ગ્લૂટેન ફૂડ્સને સામેલ કરતા નથી. તે શક્ય હોય ત્યાં સુધી ડેયરી પ્રોડક્ટ્સનું સેવન પણ ટાળે છે. આ સિવાય વિરાટ એક વાતનું ખાસ ધ્યાન રાખે છે અને તે એ કે તે ક્યારેય ભરપેટ જમતા નથી. તે ભૂખના 90 ટકા ભોજન કરે છે. એટલે કે જરૂર કરતા થોડું ઓછું જમે છે.
આ ચીજો વિરાટને રાખે છે ફિટ અને એક્ટિવ
વિરાટે એક વખતે પોતાનો ડાયટ પ્લાન શેર કર્યો હતો તેમાં તેઓએ કેટલીક ખાસ ચીજોનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી તેઓ ફિટ રહે છે. તેઓએ કહ્યું હતું કે તેમના ડાયટમાં તેઓ 2 કપ કોફી, દાળ, કિનોવા, વધારે પ્રમાણમાં પાલક, શાક, ઢોંસા સામેલ કરે છે. આ સિવાય બદામ, પ્રોટીન બાર અને ચાઈનીઝ ફૂડની પણ તેઓ મજા લે છે.