રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ મુકાબલા પહેલા રોહિત અને વિરાટ સંન્યાલ લેશે તેવી ચર્ચાઓ તેજ બની હતી. ફેન્સને એવુ હતું કે બંને દિગ્ગજો જીત બાદ વન ડે ફોર્મેટમાંથી સંન્યાસ લઇ સકે છે પરંતુ આવુ કંઇ થયુ નહી. જો કે આ મામલે પૂર્વ કેપ્ટન એટલે કે વિરાટે સ્પષ્ટતા કરી નથી પરંતુ તેણે જીત બાદ આપેલા નિવેદનોમાંથી તેનો રિટાયર મેન્ટને લઇને ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે.
બધા ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું – વિરાટ કોહલી
વિરાટે કહ્યું કે આ અદભૂત છે. અમે ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી દમદાર રીતે પરત ફરવા માગતા હતા. અમે એક મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા, તેથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી અદ્ભુત છે. ડ્રેસિંગ રૂમમાં ઘણી પ્રતિભા છે અને તેઓ પોતાની રમતને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને તેઓની મદદ કરવામાં અને અમારા અનુભવ શેર કરવામાં ખુશી થાય છે અને આ જ વાત આ ભારતીય ટીમને આટલી મજબૂત બનાવે છે. બધા ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. અમે એક અદ્ભુત ટીમનો ભાગ રહ્યા છીએ. પ્રેક્ટિસ સત્રોમાં અમે જે મહેનત કરી છે તે પછી ટાઇટલ જીતીને ઘણુ સારુ લાગી રહ્યું છે.
અમારી ટીમ દુનિયાનો સામનો કરવા માટે તૈયાર છે – કોહલી
કોહલીએ વધુમાં કહ્યું કે ટીમ દુનિયાનો સામનો કરવા માટે તૈયાર છે. કોહલીએ કહ્યું કે જ્યારે તમે ટીમ છોડી દો છો, ત્યારે તમે ટીમને વધુ સારી સ્થિતિમાં છોડી જવા માંગો છો.’ મને લાગે છે કે આપણી પાસે એક એવી ટીમ છે જે આગામી આઠ વર્ષ સુધી દુનિયાનો સામનો કરવા માટે તૈયાર છે. શુભમને શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રેયસે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. કેએલએ અમારા માટે મેચ પૂરી કરી છે અને હાર્દિકે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભાઈ, અમે નિવૃત્ત નથી થઈ રહ્યા…
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, રોહિત શર્મા વિરાટ કોહલીને કહેતો સંભળાય છે, ‘અમે નિવૃત્તિ નથી લઈ રહ્યા ભાઈ.’ આ પછી હિટમેન અને કોહલી એકબીજાને ગળે લગાવે છે. રોહિત અને વિરાટ થોડા વધુ વર્ષો સુધી ભારતીય ટીમ માટે સાથે રમતા જોઈ શકાય છે.


