- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમાશે
- સાઉથ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે
- ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી સાઉથ આફ્રિકા જવા રવાના
વર્લ્ડ કપ 2023માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ એવરેજ 95 કરતા પણ વધારે હતી. આવા અદભૂત પ્રદર્શન બાદ પણ વિરાટ કોહલીને આખરે નિરાશાનો સામનો કરવો પડ્યો જેના કારણે તે દુ:ખમાંથી બહાર નિકળવા માટે લગભગ 20 દિવસ આરમ કર્યો અને તમામ પ્રકારની ક્રિકેટથી દૂર રહ્યો હતો.
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યા ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. જેમાં 3 મેચની T20 સિરીઝ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ રમાઈ હતી. આ સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. આગામી વનડે સિરીઝ ભારત કેએલ રાહુલના નેતૃત્વમાં રમશે. જેની શરૂઆત 19 ડિસેમ્બરથી થશે. ત્યારબાદ રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ રમશે.
વિરાટ કોહલી સાઉથ આફ્રિકા જવા રવાના
હવે ફરી એકવાર વિરાટ કોહલી એક નવા પડકાર માટે તૈયાર છે, અને સાઉથ આફ્રિકામાં 26 ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે બરાબર દસ દિવસ પહેલા સાઉથ આફ્રિકા જવા રવાના થયો છે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા જવા રવાના થયો ત્યારે તે કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલી સાથે એરપોર્ટ કર્મચારીઓએ સેલ્ફી પણ પડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી નથી. સાઉથ આફ્રિકાના છેલ્લા બે પ્રવાસ પર વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતો. ટીમ ઇન્ડિયા, જેમણે સમગ્ર વિશ્વમાં ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ તેની છાપ છોડી શકી નથી. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપમાં ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાની હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સાઉથ આફ્રિકામાં રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે. , પરંતુ બેટિંગની મુખ્ય જવાબદારી વિરાટ કોહલી પર રહેશે, કારણ કે વર્તમાન ટીમમાં વિરાટ કોહલી સૌથી અનુભવી ખેલાડી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ટીમ બની હતી.
ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલી પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હશે
વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ અનુભવ છે, અને વિરાટે સાઉથ આફ્રિકાની ઘરેલું પીચો પર યોજાયેલી ટેસ્ટ મેચોમાં પણ તેણે બોલરોને હંફાવ્યા છે અને આ વખતે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેથી, ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. આ જ કારણ છે કે વિરાટ કોહલી દસ દિવસ પહેલા સાઉથ આફ્રિકામાં પહોંચી રહ્યો છે, જેથી ટેસ્ટ સિરીઝ પહેલા ત્યાં પહોંચની પરિસ્થિતિઓને અનુકુળ થઈ અને સિરીઝમાં સારુ પ્રદર્શન કરી શકે.
ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશાન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા


