- ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું
- વિરાટ કોહલીએ ODIમાં 49મી સદી ફટકારી
- કોહલીએ 463 મેચ રમીને 49 સદી ફટકારી
આજે વર્લ્ડકપ 2023ની 37મી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું છે. વિરાટ કોહલીએ તેના 35માં જન્મદિવસે તેની 49મી ODI સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડકપ 2023માં તેની બીજી સદી ફટકારીને, તેણે ODI ક્રિકેટમાં તેની 49મી સદી પૂરી કરી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. વિરાટે પોતાની 289મી મેચમાં જ આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સચિને તેની સમગ્ર ODI કારકિર્દીમાં 463 મેચ રમીને 49 સદી ફટકારી હતી.
સદી બાદ વિરાટ કોહલીએ શું કહ્યું…
મેચ બાદ વિરાટ કોહલીએ સદી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વિકેટ ખુબ જ ધીમી હતી અને આ એવી વિકેટ હતી જેના પર બેટિંગ કરવી મુશ્કેલ હતી. અમને રોહિત અને શુભમન તરફથી શાનદાર શરૂઆત મળી, મારું કામ તેને ચાલુ રાખવાનું હતું. 10મી ઓવર પછી બોલ પકડવા લાગ્યો અને ટર્ન થવા લાગ્યો અને વિકેટ ધીમી થઇ ગઇ હતી. ત્યારબાદ અમે બે વિકેટ ગુમાવી દીધી અને મેનેજમેન્ટે મને ધીમો રમીને વિકેટ ટકાવી રાખવાનું અને મેચને ડીપ લઇ જવાનું કહ્યું હતું. વધુમાં કહ્યું કે, શ્રેયસ સારૂ રમ્યો હતો. મારા અને શ્રેયસ વચ્ચે સારી પાર્ટનરશિપ થઇ હતી. જેથી અમે ટીમને મજબૂત સ્થિતિમાં લઇ ગયા હતા. મને રમવાની તક આપવા અને ટીમની જીતમાં સફળતામાં ફાળો આપવા બદલ હું ભગવાનનો આભારી છું. મારા જન્મદિવસ પર આ ઐતિહાસિક મેદાન પર આટલી જનમેદની સામે સદી ફટકારવીએ મારા માટે ગર્વની બાબત છે.
ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું છે. જની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા હતા. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 121 બોલમાં 10 રનની શાનદાર ઇનિંગ રમી હતી.