પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ જર્મન સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમા સાથેની 8 વર્ષ જૂની ડીલ પૂર્ણ કરી દીધી છે. કોહલીએ 2017માં પુમા સાથે લગભગ 110 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો. પુમાએ 300 કરોડ રૂપિયામાં વિરાટ કોહલી સામે આ કોન્ટ્રાક્ટને આગામી 8 વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે કે કંપની કિંગ કોહલીને દર વર્ષે 37 કરોડ રૂપિયા, મહિને ૩ કરોડ રૂપિયા અને પ્રતિ દિવસ 10 લાખ રૂપિયાથી વધુ ચૂકવવા માટે તૈયાર હતી. પરંતુ કોહલીએ પુમાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો ઇનકાર કર્યો હતો.
કોહલી સાથેના કોલાબ્રેશનને પૂર્ણ કરવાની પુષ્ટિ કરતા પુમા ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પુમા વિરાટને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવે છે. અમારી વચ્ચે ઘણા વર્ષોની યાદગાર પાર્ટનરશિપ રહી છે, જેમાં સારા કેમ્પેન અને પ્રોડક્ટ કોલાબ્રેશનનો સમાવેશ થાય છે.
કોહલી હવે એજિલિટાસ (Agilitas) નામની સ્પોર્ટ્સવેર કંપની સાથે ઇન્વેસ્ટર તરીકે જોડાયેલો છે. આ કંપનીની સ્થાપના 2023માં પુમા ઇન્ડિયા સાઉથઇસ્ટ એશિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલી દ્વારા કરવામાં આવી હતી. વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે અને તેમની કુલ સંપત્તિ અંદાજે 1050 કરોડ રૂપિયા છે.
પુમા ભવિષ્યમાં નવા ખેલાડીઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે અને ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કામ કરતું રહેશે.” જ્યારે કોહલીની પ્રોફેશનલ એક્ટિવિટીઝને મેનેજ કરતી કન્સલ્ટન્સી ફર્મ સ્પોર્ટિંગ બિયોન્ડે (Sporting Beyond) આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.


