સ્ટાર ક્રિકેટર હોવા ઉપરાંત વિરાટ કોહલીને સૌથી સ્ટાઇલિશ ભારતીય ક્રિકેટરોમાંથી એક માનવામાં આવે છે. તેમની કપડાંની શૈલી અને હેરસ્ટાઇલ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. ત્યારે વિરાટ કોહલી વધુ એકવાર પોતાની હેરસ્ટાઇલ ચેન્જ કરવાન લઇને ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ વિરાટની નવી હેરસ્ટાઇલની તસવીરો સામે આવી છે. આ હેર સ્ટાઇલિસ્ટ બીજુ કોઇ નહી પણ આલીમ હાકીમ જ છે. જેણે IPL 2024 પહેલા પણ વિરાટ કોહલીની નવી હેરસ્ટાઇલ કરી હતી. માત્ર કોહલી જ નહીં હકીમ એમએસ ધોની માટે હેરસ્ટાઇલ પણ બનાવે છે. ત્યારે આવો જાણીએ આ આ સેલિબ્રિટી હેરડ્રેસર કેટલો ચાર્જ લે છે.
કેટલો ચાર્જ લે છે હેર સ્ટાઇલિસ્ટ ?
જોકે હાકિમે વિરાટ કોહલીના હેરસ્ટાઇલ માટે કેટલો ચાર્જ લીધો તે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી પરંતુ તેઓ એક અગાઉ પબ્લિક પ્લેટફોર્મ પર જણાવી ચૂક્યા છે કે મારી ફી ખૂબ જ સરળ છે અને બધા જાણે છે કે હું કેટલો ચાર્જ લઉં છું. તે 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે ન્યૂનતમ છે.
માહીના પણ કરી ચૂક્યા છે હેરકટ
તેમણે વધુમાં કહ્યું કે માહી સર અને વિરાટ ઘણા જૂના મિત્રો છે અને તેઓ ઘણા સમયથી મારી પાસે વાળ કાપવા માટે આવી રહ્યા છે. તેમણે વિરાટ વિશે વધુમાં જણાવ્યું હતું કે તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ જ્યારે સ્ટાઇલ અને ફેશનની વાત આવે છે, ત્યારે તે નંબર વન છે. અને જ્યારે આપણે ધોની વિશે વાત કરીએ છીએ, ત્યારે હું માહીને ખૂબ જ અલગ રીતે જોઉં છું. મારા માટે, તે કોઈપણ હોલીવુડ અભિનેતા કરતા ઓછો નથી. હું હંમેશા તેને એક સ્ટાર, એક કૂલ વ્યક્તિ તરીકે જોઉં છું. તેથી જ્યારે પણ કોઈ જાહેરાત ફિલ્મનું શૂટિંગ થાય છે, ત્યારે હું હંમેશા તેને વિનંતી કરું છું, ‘મને તમારું રેકોર્ડિંગ કરવા દો અથવા મને મારા ફોનથી કેટલાક ફોટા પાડવા દો. અને પછી જ્યારે પણ મને મન થશે ત્યારે હું તેને પોસ્ટ કરીશ.
ગત વર્ષે પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થાય તે પહેલાં વિરાટ કોહલી એક નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. વિરાટ પોતાની નવી હેરસ્ટાઇલ સાથે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તાલીમમાં પહોંચ્યો. વિરાટના નવા હેરકટનો ફોટો સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
આલિમે ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો નવો લુક શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘એક અને એકમાત્ર વિરાટ કોહલી.’ વિરાટ કોહલીનો આઈબ્રો પર કટ, પિયર્સિંગ, ટ્રીમ કરેલી દાઢી સાથેનો લુકએ ચાહકોનું દિલ જીતી લીધુ હતું.


