- વિરાટ કોહલી નેધરલેન્ડ સામે ફિફ્ટી ફટકારી
- કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી
- કોહલીએ વર્લ્ડકપ 2023માં 7 વખત ફિફટી ફટકારી
વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં ખૂબ જ સારો દેખાવ કરી રહ્યો છે. નેધરલેન્ડ સામે ચાલી રહેલી મેચમાં પણ તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે કુલ 56 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન, તે 91.07ના સ્ટ્રાઈક રેટથી 51 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ફેન્સને આશા હતી કે આજે તે સચિન તેંડુલકરનો ODI ફોર્મેટમાં ફિફ્ટીનો રેકોર્ડ તોડી નાખશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. વેન ડેર મર્વે તેને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જોકે આઉટ થતા પહેલા તે એક ખાસ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો.
તેણે વર્લ્ડકપની એક જ સિઝનમાં 50 પ્લસનો સર્વોચ્ચ સ્કોર કરવામાં સચિન તેંડુલકર અને શાકિબ અલ હસનની બરાબરી કરી લીધી છે. સચિને વર્લ્ડકપ 2003માં અને શાકિબ અલ હસને વર્લ્ડકપ 2019માં અનુક્રમે 50 પ્લસ સાત વખત રન બનાવ્યા હતા. ચાલુ ટુર્નામેન્ટમાં કોહલીએ સાત વખત 50 પ્લસ સ્કોર બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.
વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર ધરાવતા ખેલાડીઓ
- 7 – સચિન તેંડુલકર – ભારત – 2003
- 7 – શાકિબ અલ હસન – બાંગ્લાદેશ – 2019
- 7 – વિરાટ કોહલી – ભારત – 2023*
કોહલી નેધરલેન્ડ સામે ફિફ્ટી ફટકારી
નેધરલેન્ડ સામે આજે ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીએ કુલ 56 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન, તે 91.07ના સ્ટ્રાઈક રેટથી 51 રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કોહલીને વાન ડેર મર્વે બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.


