ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી માત્ર તેની શાનદાર રમત માટે જ નહીં પરંતુ તેની લાઈફસ્ટાઈલ અને ગેજેટ્સ માટે પણ ચર્ચામાં રહે છે.
વિરાટ કોહલીના ફેન્સના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે કે તે કયો ફોન વાપરે છે? શું તે ફક્ત જાહેરાતો માટે બ્રાન્ડના ફોનનો ઉપયોગ કરે છે કે પછી ખરેખર તેની પાસે કોઈ ફેવરિટ ડિવાઈઝ છે?
વિરાટ કોહલી વાપરે છે આઈફોન?
2023 ના વર્લ્ડકપ દરમિયાન, વિરાટ કોહલી આઈફોન સાથે જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તે iPhone 15 Pro (1TB વેરિઅન્ટ) વાપરે છે, જેની કિંમત ભારતમાં લગભગ 1,90,000 રૂપિયા છે. આ મોડેલ એપલનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને મોંઘો સ્માર્ટફોન છે.
વિરાટ ઘણી વાર આઈફોન સાથે જોવા મળ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આઈફોન તેનું પ્રાઈમરી ડિવાઈઝ છે. ખાસ કરીને કેમેરા ગુણવત્તા, પ્રદર્શન અને પ્રાઈવસી જેવી સુવિધાઓને કારણે, એપલનો સ્માર્ટફોન સેલિબ્રિટીઓની પહેલી પસંદગી રહે છે.
સેકન્ડરી ફોન તરીકે કરે છે Vivoનો ઉપયોગ
વિરાટ ફક્ત આઈફોન પૂરતો મર્યાદિત નથી. તેને ઘણી વખત વિવો સ્માર્ટફોન સાથે પણ જોવા મળ્યો છે. માર્ચ 2023 માં, તે એરપોર્ટ પર વિવોના ફોલ્ડેબલ સ્માર્ટફોન એક્સ ફોલ્ડ પ્લસ સાથે જોવા મળ્યો હતો. આ ફોન ખાસ કરીને તેના માઉન્ટેન બ્લુ કલર વેરિઅન્ટમાં જોવા મળ્યો હતો. આ પહેલા પણ વિરાટ કોહલી વિવો V25 સાથે જોવા મળ્યો છે. એમાં કોઈ શંકા નથી કે વિવો ડિવાઈસ પણ વિરાટના ડિજિટલ જીવનનો એક ભાગ છે.
વિરાટ કોહલી વિવો કેમ વાપરે છે?
વિરાટ કોહલીએ ચીની સ્માર્ટફોન બ્રાન્ડ વિવો સાથે એન્ડોર્સમેન્ટ ડીલ પર સાઈન કરી છે. એટલા માટે તે જાહેર સ્થળોએ અલગ અલગ વિવો ફોન સાથે જોવા મળે છે. બ્રાન્ડ એમ્બેસેડર બનવાથી, વિરાટને કંપનીના નવા લોન્ચ થયેલા ડિવાઈઝનું પરીક્ષણ અને પ્રમોશન કરવાની તક મળે છે. પરંતુ એ સ્પષ્ટ છે કે ભલે તે વ્યાવસાયિક ડીલ હોય કે વ્યક્તિગત પસંદગી, વિરાટ એપલ અને વિવો બંને બ્રાન્ડ્સ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.


