મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલી દમદાર બેટિંગ તો કરી ન શક્યા પરંતુ તેઓ વિવાદોમાં જરૂર ચોક્કા-છગ્ગા લગાવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર વિરાટ કોહલી વિવાદમાં ફસાઇ ગયા છે. મેલબર્ન ટેસ્ટની પહેલા દાવમાં આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ફેન્સ જોડે જ વિવાદમાં ઉતરી ગયા. મેલબર્નના મેદાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન ફેન્સને આક્રમક અંદાજમાં કંઇક બોલતા જોવા મળ્યા.
વિરાટની વિકેટ બાદ હોબાળો
વિરાટ કોહલી જ્યારે આઉટ થયા બાદ મેદાન છોડીને બહાર જઇ રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ વિરાટ કોહલીને બૂમો પાડવા લાગ્યા. વિરાટ જેવો પેવેલિયનની અંદર જવા લાગ્યો કે તરત જ ફેન્સે એવું કંઇક કીધુ કે વિરાટ કોહલીનો પિત્તો ગયો. આ પછી વિરાટ કોહલી બહાર પાછો આવ્યો અને તે લોકો સાથે દલીલ કરવા લાગ્યો. બીજી જ ક્ષણે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે દરમિયાનગીરી કરીને વિરાટ કોહલીને અંદર લઈ ગયો.
ત્રીજી વખત આવુ થયું !
વિરાટ કોહલી મેલબોર્ન ટેસ્ટની શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલો છે. પહેલા દિવસે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપનર સેમ કોન્સ્ટન્સને ખભો મારી દીધો. જે બાદ તે ખેલાડીની મેચ ફીસ કાપી લેવામાં આવી. ત્યાર પછી ફિલ્ડિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાઇ ફેન્સે જ્યારે તેમના વિરુદ્ધ હૂટિંગ કર્યુ તો તેના તરફ ચ્યુઇંગ ગમ થૂંકી દીધી અને હવે વિરાટ કોહલીએ આઉટ થતા ઓસ્ટ્રેલિયાઇ ફેન્સ સાથે ચર્ચામાં ઉતરી ગયો.
વિરાટે ફરી એ જ ભૂલ કરી
વિરાટ કોહલીએ મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 36 રન બનાવ્યા હતા અને ફરી એકવાર તેણે પોતાની જૂની ભૂલને કારણે વિકેટ ગુમાવી દીધી હતી. આ જમણા હાથના બેટ્સમેને ઓફ સ્ટમ્પની બહાર બોલ સાથે છેડછાડ કરી હતી અને પરિણામે તે આઉટ થયો હતો. વિરાટ કોહલીની વિકેટ પહેલા ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની વિકેટ પણ ગુમાવી હતી જે 85 રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. તેની વિકેટ બાદ ટીમ ઈન્ડિયાએ 6 રનમાં આગળની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એકંદરે ટીમ ઈન્ડિયા માટે બીજો દિવસ પણ ઘણો નિરાશાજનક સાબિત થયો.


