આપીએલ 2025ની ટ્રોફી જીત્યા બાદ ગઈકાલે વિરાટ કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગઇકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ભવ્ય જીત બાદ સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ચાહકોમાં એક અલગજ ઉત્સાહ અને ખુશી દેખાઈ રહી છે. ત્યારે ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીનું આઈપીએલ અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે.
ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમું
ગઇકાલે વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ ખેલાડી મેથ્યુ હેડન સાથે એક ઇંટરવ્યૂ દરમિયાન વાત કરતાં કહ્યું કે, “મને ખબર છે કે હું લાંબા સમય સુધી રમી શકવાનો નથી. તમે બધા જાણોજ છો, કે દરેક ખેલાડીના ક્રિકેટ કરિયરનો એક અંત ચોક્કસથી હોય છે. હું જ્યારે ક્રિકેટ છોડું તો હું કહી શકું કે મેં મારી ટીમને મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. હું હમેશા વધારે સારું પ્રદર્શન કરવાની કોશિશ કરું છું. હું માત્ર ઇમ્પેક્ટ પ્લેયર બનીને નહીં રમી શકું.”
ઇમ્પેક્ટ પ્લેયરના રૂપમાં રોહિત રમ્યા
આ વર્ષે આઈપીએલ 2025માં રોહીત શર્મા ઇમ્પેક્ટ પ્લેયરના રૂપમાં રમતા દેખાયા હતા. મુંબઈ તરફથી કેટલીક મેચમાં તેઓ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યા હતા. આ વર્ષે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ તરફથી મુખ્ય ખેલાડી તરીકે ટીમનો ભાગ બન્યા હતા, અને આ આઇપીએલમાં તેમના બેટથી તેમને ટીમ માટે ખુબજ ધમાકેદાર પ્રદર્શન પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ કોઈ પણ ખેલાડીને ટોણો માર્યો નથી. તેમને બસ તેમની ભાવનાઓ વ્યક્ત કરી છે.
18 વર્ષ પછી ટ્રોફી કરી નામે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે વર્ષોની રાહ જોયા પછી ગઈકાલે સપના જેવો દિવસ હતો. જે ટ્રોફીની આખી ટીમ વર્ષોથી રાહ જોતી હતી, તે ટ્રોફી ગઇકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીતી લીધી. ગઇકાલે પહેલી વાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી. ગઇકાલે પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા જેની સામે પંજાબ 184 રન બનાવીને હારી ગયું.


