શરીર સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર જરૂરી છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળે તેવો ખોરાક દિનચર્યામાં સામેલ કરવો જોઈએ. વિટામિન ડીની ઉણપ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સર્જી શકે છે. વિટામિન ડીની ઉણપ દૂર કરવા તમે ડોક્ટર પાસે જશો તો એક દવાનો કોર્ષ કરાવશે. અને જયારે દવા બંધ થશે ત્યારે થોડા સમયમાં દવાની અસર જશે શરીરમાં ફરી પાછી વિટામિન ડીની ઉણપ જોવા મળશે. માટે તમે દૈનિક આહારમાં જ વિટામિન ડી મળે તેવા આહારને સામેલ કરો.
વિટામિન ડીની ઉણપ કરો દૂર
ખાસ કરીને વરસાદી દિવસોમાં શરીરમાં વિટામિન ડીની ઉણપ વધે છે. આ દિવસોમાં લોકોને શરીરમાં થાક અને નબળાઈ વધુ લાગે છે. તમે આ દિવસોમાં વિટામિન ડીની ઉણપ દૂર કરવા દૈનિક આહારમાં નારંગીના જયુસને સામેલ કરો. ચોમાસામાં નારંગી ફળ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. તમે બજારમાં રેડીમેડ પેકમાં મળતા નારંગી જયુસ નહીં પરંતુ તાજા નારંગીનો જયુસ પીશો તો શરીરમાં જરૂર ફાયદો થશે.
વિટામિન ડીની ઉણપના લક્ષણો
- શરીરમાં વારંવાર થાક અને નબળાઈનો અનુભવ
- સામાન્ય કામ કરતાં પણ હાડકા અને સાંધામાં ભયંકર દુખાવો
- રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે વારંવાર બીમાર પડવું
- કોઈપણ કારણ વગર વાળ ખરવા
- હતાશા અને મૂડ સ્વિંગ
નારંગી રસના ફાયદા
નારંગી વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને તેનો રસ વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. નારંગીમાં રહેલું વિટામિન સી શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. જયારે વિટામિન ડી કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. નારંગીના તાજા રસના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધશે તેમજ હાડકાં મજબૂત બનશે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચા અને વાળને સ્વસ્થ રાખશે. આ ઉપરાંત નારંગીમાં કુદરતી રીતે ખાંડ રહેલી છે. એટલે સવારે ખાલી આ રસના સેવનથી ઉર્જાનું સ્તર વધશે. તમે બજારમાંથી ફ્રેશ આ ફળ લાવો. અને જયારે જયુસરમાં તેનો રસ કાઢો ત્યારે તરત જ પીવો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )