- વિવિયન રિચર્ડ્સ બન્યા કોહલીના ફેન્સ
- વિવિયન રિચર્ડ્સે કોહલીની કરી પ્રશંસા
- કોહલી વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી
વિરાટ કોહલીનું ફોર્મ તમામ વિરોધી ટીમો પર ભારી પડી રહ્યું છે. કોહલી આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવા મામલે ત્રીજા નંબર પર છે. અનેક દિગ્ગજ ખેલાડી કોહલીના પ્રદર્શનથી ખુશ છે, ત્યારે હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી વિવિયન રિચર્ડ્સે પણ કોહલીની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, હું વિરાટનો ખુબ મોટો ફેન છું.
કોહલીએ 2022થી અત્યાર સુધી 9 સદી ફટકારી
રિચર્ડ્સે કહ્યું કે, કોહલીના બેટથી વર્ષ 2019થી 3 વર્ષ સુધી એક પણ સદી આવી નહતી. જે બાદ કોહલીએ કમાલની વાપસી કરીને તમામને ચોંકાવી દીધા છે. કોહલીએ 2022 બાદ અત્યાર સુધી 9 સદી ફટકારી છે. રિચર્ડ્સે કહ્યું કે, એક વસ્તુ છે, જે કોહલીને તમામથી અલગ બનાવે છે. આ વસ્તુ કોહલીની માનસિકતા છે.
3 વર્ષનો સમય કોહલી માટે ખરાબ
રિચર્ડ્સે ખરાબ સમય દરમિયાન કોહલીની થયેલી ટીકા અંગે વિસ્તારમાં વાત કરી અને કહ્યું કે, કોઈ પણ ખેલાડી ભારતના સ્ટારથી આગળ જોઈ શકાશે નહીં. એ ધ્યાન આપવું યોગ્ય છે કે, કોહલીએ નવેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2022 વચ્ચે એક પણ સદી ફટકારી નહતી, એ સમયે પણ કોહલીએ 50 કરતાં વધુ રન બનાવવા શરૂ રાખ્યા હતા. તેમણે વનડે અને T-20 બંનેમાં 10 ફિફ્ટી પૂર્ણ કરી હતી.
‘વિરાટની સરખામણી મારી સાથે કરવામાં આવે છે’
રિચર્ડ્સે કહ્યું કે, વિરાટ આ વર્લ્ડકપ પહેલાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. હું વિરાટનો ખુબ મોટો ફેન છું. હું લાંબા સમયથી કોહલીને જોઈ રહ્યો છું કે, કેમ તેને મહાન સચિન જેવા સર્વકાલિન ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ગત અમુક વર્ષોમાં અનેક લોકોએ અમારા બંનેની સરખામણી કરે છે. મને વિરાટનો ઉત્સાહ પસંદ છે.


