રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ વીતી ગયા છે અને હજુ સુધી બંને વચ્ચે યુદ્ધ અટકી રહ્યું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બંને દેશો વચ્ચે શાંતિ પ્રસ્તાવના પ્રયાસોને રશિયા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા-યુક્રેન યુદ્ધવિરામ પ્રસ્તાવ અંગે રશિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વરિષ્ઠ સહાયક યુરી ઉષાકોવે યુએસ સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ સાથેની ટેલિફોન વાતચીતમાં યુદ્ધવિરામ પ્રસ્તાવની ટીકા કરી હતી.
‘પુતિન શાંતિપૂર્ણ ઉકેલ લાવશે’
રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસના યુદ્ધવિરામ માટેની તેમની યોજના રજૂ કરવા માટે યુએસ વાટાઘાટકારો રશિયા પહોંચ્યા છે. દરમિયાન, વોશિંગ્ટને ત્રણ વર્ષના સંઘર્ષનો બિનશરતી અંત લાવવા માટે મોસ્કો પર દબાણ કર્યું છે. તેમણે કહ્યું, ‘આ ફક્ત એક કામચલાઉ વ્યવસ્થા હશે, જેમાં યુક્રેનિયન સેનાને શ્વાસ લેવાની થોડી જગ્યા મળશે.’ આ યુદ્ધવિરામનો આનાથી વધુ કોઈ અર્થ નથી. “રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે વધુ ચોક્કસ અને નક્કર મૂલ્યાંકન આપશે તેવી શક્યતા છે,” યુરી ઉષાકોવે જણાવ્યું હતુ. ઉષાકોવે એમ પણ કહ્યું કે, ‘રશિયા લાંબા ગાળાના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયત્નશીલ છે, જે રશિયાના કાયદેસર હિતોને સુરક્ષિત કરશે’.
‘હાલમાં શાંતિ કરારની કોઈ જરૂર નથી’
પુતિનના વરિષ્ઠ સહાયક યુરી ઉષાકોવે મીડિયાને જણાવ્યું, ‘અમે શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છીએ છીએ અને અમે તે તરફ કામ કરી રહ્યા છીએ.’ તેમણે વધુમાં કહ્યું, ‘મારું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં, કોઈને પણ શાંતિ કરારની જરૂર નથી.’
અમેરિકન પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું
રશિયા-યુક્રેનમાં 30 દિવસના યુદ્ધવિરામ માટેની તેમની યોજના રજૂ કરવા માટે યુએસ વાટાઘાટકારો ગુરુવારે રશિયા ગયા હતા. દરમિયાન, વોશિંગ્ટને ત્રણ વર્ષના સંઘર્ષનો બિનશરતી અંત લાવવા માટે મોસ્કો પર દબાણ કર્યું. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ સતત રશિયાને યુક્રેનમાં યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે આ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ વાત કરી છે. આ બધા વચ્ચે, શાંતિ પ્રસ્તાવને લઈને અમેરિકાને રશિયા તરફથી મોટો ઝટકો લાગ્યો છે.


