- વડાપ્રધાન મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને મળ્યો દેશવાસીઓનો સપોર્ટ
- દિવાળી પર ‘ભારતીય ઉત્પાદન-સબકા ઉસ્તાદ’ અભિયાન ખૂબ જ લોકપ્રિય થયું
- દિવાળીના તહેવાર પર ચીનને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
દિવાળીના તહેવારોની સીઝનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ ‘વોકલ ફોર લોકલ’નો અસરકારક પ્રભાવ જોવા મળ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે આ વખતે દિવાળી પર દેશભરમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બિઝનેસ થયો છે. બીજી તરફ ચીનને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. આ કારણે લોકોએ તેમના તહેવારોની ઉજવણી માટે ચીનમાં બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ ભારતીય બજારોમાં સફળ થતી દેખાઈ.
‘ભારતીય ઉત્પાદન-સબકા ઉસ્તાદ’ અભિયાન લોકપ્રિય બન્યું
CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, દિવાળી પર ‘ભારતીય ઉત્પાદન-સબકા ઉસ્તાદ’ અભિયાન ખૂબ જ લોકપ્રિય થયું. ખરીદી કરતી વખતે લોકો ‘વોકલ ફોર લોકલ’ તરફ ઢળતા જોવા મળ્યા હતા. આ વર્ષની દિવાળી સિઝનમાં દેશભરના બજારોમાં 3.75 લાખ કરોડ રૂપિયાથી વધુનો રેકોર્ડ બ્રેક વેપાર થયો છે. તમામ તહેવારો પર ગ્રાહકો દ્વારા ભારતીય સામાનની મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે. હજુ ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા અને તુલસી વિવાહ વગેરે તહેવારો આવી રહ્યા છે. તેમાં પણ લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે. આ વખતે દિવાળીના તહેવાર પર ચીનને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
ચીનના 70% માર્કેટને કરોડો ફટકો
CATના અધિકારીઓનું કહેવું છે કે અગાઉના વર્ષોમાં દિવાળીના તહેવારોની સીઝનમાં ચીનમાંથી બનેલી ચીજવસ્તુઓને ભારતમાં લગભગ 70 ટકા માર્કેટ મળતું હતું. આ વખતે તે ટકાવારી ઘટી છે. આ વખતે દેશના વેપારી વર્ગે ચીનથી દિવાળી સંબંધિત વસ્તુઓ આયાત કરવાનો ઓર્ડર આપ્યો નથી. CAT એ આ દિવાળીએ દેશભરમાં ‘ભારતીય ઉત્પાદન-સબકા ઉસ્તાદ’ અભિયાન શરૂ કર્યું, જે અત્યંત સફળ રહ્યું છે. આ ઝુંબેશને દેશભરના ગ્રાહકો તરફથી ભારે સમર્થન મળ્યું છે.
એક અંદાજ મુજબ, 3.5 લાખ કરોડ રૂપિયાના તહેવારોના વેપારમાંથી, લગભગ 13 ટકા ખાદ્ય અને કરિયાણા પર, 9 ટકા જ્વેલરી પર, 12 ટકા કાપડ અને વસ્ત્રો પર, 4 ટકા ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈઓ અને નમકીન પર, 3 ટકા. ઘરની સજાવટ પર 6 ટકા કોસ્મેટિક્સ, 8 ટકા ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ, 3 ટકા પૂજા સામગ્રી અને અન્ય વસ્તુઓ, 3 ટકા વાસણો અને રસોડાનાં સાધનો, 2 ટકા કન્ફેક્શનરી અને બેકરી, 8 ટકા ગિફ્ટ આઈટમ્સ, 4 ટકા ફર્નિશિંગ અને ફર્નિચર અને બાકીના 20 ટકા ઓટોમોબાઈલ, હાર્ડવેર, ઈલેક્ટ્રીકલ, રમકડાં સહિત અન્ય અનેક વસ્તુઓ અને સેવાઓ પર ગ્રાહકો દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે.