ઇન્ડોનેશિયામાંથી અવારનવાર જ્વાળામુખી ફાટવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે બાલીના ડેનપાસર એરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જ્વાળામુખી ફાટવાના કારણે નવી દિલ્હી, સિંગાપોર અને ચીનના પુડોંગની ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. નવેમ્બરમાં માઉન્ટ લેવોટોબી લાકી લાકી ફાટવાથી નવ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આ વર્ષે માર્ચમાં પણ તે ફાટ્યો હતો.
ધુમાડાના વાદળો આકાશમાં 10 કિમીની ઊંચાઈએ
જ્વાળામુખી ફાટવાની ઘટના હમેશા વિનાશ વેરનારી હોય છે, કેમકે વિનાશક વિસ્ફોટ એટલા ભયંકર હોય છે, કે ધોળા દિવસે આકાશમાં રાખનાં વાદળો ઉડાવીને અંધારપટ કરી નાખતા હોય છે. ઇન્ડોનેશિયાનો માઉન્ટ લેવોટોબી લાકી લાકી જ્વાળામુખી જે ફાટ્યો ત્યારે આવુજ કઈક થયું હતું. તેમાંથી નીકળતી રાખ અને ધુમાડાના વાદળો આકાશમાં 10 કિમીની ઊંચાઈએ પહોંચ્યા હતા. સુરક્ષા કારણોસારથી આસપાસના ગામડાઓને પણ ખાલી કરાવવા પડ્યા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બાલી ટાપુ પર જતી ફ્લાઇટ્સ રદ થવાથી ભારત અને વિદેશના પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા. મંગળવાર સાંજથી બુધવાર બપોર સુધી જ્વાળામુખીમાં અનેક વિસ્ફોટોને કારણે, રાખ આકાશમાં ઉપર સુધી ફેલાઈ ગઈ હતી.
150 કિલોમીટર દૂરથી દેખાતો વિસ્ફોટ
આ જ્વાળામુખી મંગળવારે બપોરે એટલી તાકાતથી ફાંટો હતો કે એને કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. મળતી માહિતી મુજબ આ વિનાશક જ્વાળામુખી જ્યારે ફાટ્યો ત્યારે તેની તાકાત એટલી હતી કે તેને 150 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતો હતો. આ વિસ્ફોટથી આકાશમાં ઊંચાઈ સુધી ભૂરા વાદળો જોવા મળ્યા હતા. આ જ્વાળામુખી બુધવારે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના કારણે એર ઈન્ડિયાની દિલ્હી-બાલી ફ્લાઇટને અધવચ્ચે જ દિલ્હી પાછી ફેરવવી પડી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટને દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા છે.
નજીકના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા
આ ઘટના થયા બાદ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ પણ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. જ્વાળામુખી ફાટ્યા પછી ખૂબ દૂર સુધી લાવા ઉડવાથી આજુ બાજુના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. આ વિસ્ફોટમાંથી નીકળતા લાવાથી બચવા માટે, અધિકારીઓએ જ્વાળામુખીથી સાત કિલોમીટર દૂર માઉન્ટ લેવાટોબી લાકી લાકી મોનિટરિંગ પોસ્ટને પણ ખાલી કરાવી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યા પછી, રાખ અને કાટમાળ જોખમી ક્ષેત્રની બહાર બોરુ, હેવા અને વાટોબુકુ ગામો સહિત અનેક સ્થળોએ પડ્યા હતા.