વિરાણી હાઈસ્કૂલમાં લોકશાહીના મોટા પર્વ ચુંટણી નજીક છે ત્યારે રાજકોટ પશ્ચિમ દ્વારા મતદાન જાગૃતિના ભાગરૂપે કાર્યકમ યોજવામાં આવ્યો હતો.જેમા ૪૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૧ ના વિદધાથીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૪૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને માનવ આકૃતિ બનાવી અને મતદાન કરવા માટે સદેશો ફેલાવામા આવ્યો હતો.આ કાર્યક્રમ મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાત અધિકારી નીશા ચૌધરી, સ્વીપ નોડલ અધિકારી જીજ્ઞાશા ગઢવી, મામલતદાર એમ.ડી.શુકલ, જીલ્લા શિક્ષણાધિકારી ધધુકીયા,અરૂણ દવે ચિરાગ ધામેચા, હરેન્દ્રસિહ ડોડીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.


