ર૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : ૧૬ વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સમાં સિલેકશન
અગ્ર ગુજરાત, રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ- ર૦ર૬”ની શાનદાર ઉજવણી થઈ હતી જેમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલ ૬ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ર૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે વી.વી.પીના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, દર વર્ષે શિયાળો આવે ત્યારે ઠંડીની ઋતુમાં આઉટડોર સ્પોર્ટસ અને વરસાદની સિઝનમાં ઈન્ડોર સ્પોર્ટસનું આયોજન વી.વી.પી. કરતી રહેલી છે. આ વર્ષે વી.વી.પી.ના કુલ ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ માટે થઈ છે. જે ખૂબ ગૌરવની વાત છે. આ વર્ષે સ્પીરીટ આઉટડોર સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ક્રિકેટ (બોયઝ) , ક્રિકેટ (ગર્લ્સ), વોલીબોલ (બોયઝ), વોલીબોલ (ગર્લ્સ), બાસ્કેટબોલ (બોયઝ), બાસ્કેટબોલ (ગર્લ્સ) એમ કુલ ૬ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પોર્ટસ દ્વારા શારીરિક અને માનસિક સજજતા કેળવાય છે, માટે જ આવું સુંદર માધ્યમ દર વર્ષે આ સ્પોર્ટસ ફેસ્ટીવલના માધ્યમથી સેકડો વિદ્યાથીઓને વી.વી.પી. પુરૂ પાડે છે. આ પ્રસંગે ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલના વિજેતાઓને ઈનામો આપી સન્માનીત કરાયા.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી નેશનલ ગેમ્સમાં પસંદગી પામેલ ૧૬ વિદ્યાથીઓને ટે્રકસૂટ અને શુઝ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.
ક્રિકેટ બોયઝમાં આઈ. ટી. ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, ક્રિકેટ ગર્લ્સમાં સિવિલ ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, વોલીબોલ બોયઝમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, આઈ. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, વોલીબોલ ગર્લ્સમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, બી. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, બાસ્કેટબોલ બોયઝમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, આઈ. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, બાસ્કેટબોલ ગર્લ્સમાં આઈ.ટી. ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ થયેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વી.વી.પી.ના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ કમિટિના કન્વીનર પ્રો. પાર્થ દેલવાડીયા, કો-કન્વીનર પ્રો. કુંજનભઈ ભંડેરી, સ્પોર્ટસ ટીચર શ્યામભાઈ પુરોહિત, રીટાબેન વાછાણી, પ્રો. ભાવેશભાઈ રાવલ, તેજસભાઈ ગુંદીગરા, કેતનભાઈ પરમાર, પ્રો. પૂજાબેન ઓઝા, પ્રો. વૃંદાબેન દવે, પ્રો. રોહિતભાઈ ચાવડા, પ્રો. ગૌરવભાઈ પરમાર, સંજયભાઈ પટેલ, દિપેનભાઈ વ્યાસ, સમગ્ર કર્મચારીગણ તેમજ વિદ્યાથીગણે જહેમત ઉઠાવેલ.
વી.વી.પી. સ્પીરીટ આઉટડોર સ્પોર્ટ ફેસ્ટીવલ-ર૦ર૬ના સફળ આયોજન બદલ વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નવીનભાઈ શેઠ તથા આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાએ શુભેચ્છા પાઠવેલ છે.


