- કેરળના કોઝિકોડમાં પાલતુ શ્વાનની હૃદય સ્પર્શી કહાની
- સંબંધી સાથે આવ્યો હતો રામૂ આવ્યો હતો હોસ્પિટલ
- હવે સંબંધીનુ મૃત્યુ થતા તેની રાહમાં હોસ્પિટલમાં જ બેસી રહે છે
સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ કે આ દુનિયામાં વફાદાર કોઇ હોય તો તે છે શ્વાન. શ્વાનને એટલે જ લોકો વધુ પાળે છે તે રહેવામાં કોઇ નવાઇ નહી. પરંતુ કેરળમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને એમ થાય કે આ તો કોઇ ફિલ્મની સ્ટોરી છે. પરંતુ આ એક હકીકત છે. ફિલ્મમાં જોવા મળતી સ્ટોરીની સત્યઘટના કેરળના કોઝિકોડમાં જોવા મળી છે.
કેરળના કોઝિકોડની ઘટના
કેરળના કોઝિકોડમાં એક શ્વાન તેના માલિકના મૃત્યુ પછી શબઘરની બહાર રાહ જોઈ રહ્યો છે. કદાચ તે જાણતો નથી કે તેના માલિક હવે આ દુનિયામાં નથી. સોશિયલ મીડિયા પર આ ડોગને લઈને ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક તેને માણસનો સાથી કહી રહ્યા છે જ્યારે અન્ય તેને સાચી વફાદારી કહી રહ્યા છે.
શબઘરની બહાર માલિકની રાહ જોવી
કેરળના કન્નુર જિલ્લા હોસ્પિટલના શબઘરની બહાર છેલ્લા ચાર મહિનાથી એક શ્વાન રાહ જોઈ રહ્યો છે. હોસ્પિટલ આવતા લોકો ઘણીવાર આ શ્વાનને ત્યાં બેઠેલો જુએ છે, જ્યાં તે ચાર મહિનાથી તેના માલિકની રાહ જોઈ રહ્યો છે. જોકે આ શ્વાન વિશે કોઈને કંઈ ખબર નથી. જિલ્લા હોસ્પિટલના અધિકારીઓ શ્વાનના માલિકની ઓળખ કરવામાં અસમર્થ છે. શ્વાનની સતત તકેદારી અને લાચારી સૂચવે છે કે તે તેના માલિકની રાહ જોઈ રહ્યો છે.
<a href="
?” target=”_blank”>
?
માલિકની ખબર નથી
હોસ્પિટલના એટેન્ડન્ટ રાજેશ કુમારે તેને લગભગ ચાર મહિના પહેલા શબઘર પાસે બેઠેલા જોયો હતો. આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, પહેલા દિવસે અમારુ શ્વાન તરફ કોઈ ધ્યાન ગયુ નહી પરંતુ બીજા દિવસે અમારું ધ્યાન તે પાળેલા શ્વાન પર પડ્યું. જ્યારે અમે સ્થાનિક લોકોને આ વિશે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે આ શ્વાન એક દર્દીને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો, જેનું મૃત્યુ થયું હતું. રાજેશે કહ્યું, હજુ સુધી તેના માલિકની ઓળખ થઈ નથી.
‘રામુ’ ચાર મહિનાથી પોતાના માલિકની રાહ જોઈને બેઠો છે.
સામાન્ય રીતે આ શ્વાન મૃતદેહને શબઘરમાં લઈ જતા રસ્તા પર જોવા મળે છે. શબઘરના ગેટથી આગળ વધતો નથી, પરંતુ ત્યાં ઉભો રહે છે અને રાહ જુએ છે. જોકે શ્વાન ઘણીવાર નજીકના ફિઝિયોથેરાપી વિભાગની મુલાકાત લે છે અને રાત્રે શબઘરમાં પાછો ફરે છે. આ ઉપરાંત આ વિસ્તારના રખડતા શ્વાન સાથે ભળતો નથી, એમ તેમણે જણાવ્યું હતું. ડો. માયા ગોપાલકૃષ્ણન શ્વાનને ખોરાક આપે છે.