કેનેડા આવતા કેટલાંક વર્ષોમાં આર્થિક અને વસ્તી સંતુલન જાળવવા માટે ફ્રાંકોફોન ઈમિગ્રેશન પર ધ્યાન વધાર્યું છે. દેશ ઈચ્છે છે કે Ontario, Alberta અને BC જેવા પ્રાંતોમાં પણ ફ્રેન્ચ બોલનારી વસ્તી વધે. સ્કૂલ, હેલ્થકેર, લીગલ સર્વિસો અને સરકારી કચેરીઓમાં ફ્રેન્ચ સ્ટાફની અછત પૂરી થાય અને પ્રોફેશનલ સેક્ટરમાં bilingual (English + French) ટેલેન્ટ વધે. તે માટે ફ્રેન્ચ બોલનારા લોકોને Express Entryમાં વધારાના CRS પોઇન્ટ્સ, PNPમાં ફાસ્ટ-ટ્રેક, અને ઘણી સ્ટ્રીમ્સમાં સીધું ITA એટલે કે Invitation to Apply for PR આપવામાં આવે છે.
ફ્રેન્ચ શીખવાના ફાયદા
ફ્રેન્ચ જાણનારા લોકોને CRSમાં 50–74 સુધી બોનસ પોઇન્ટ્સ મળે છે, જેના કારણે PR મળવાના ચાન્સ બમણા થઈ જાય છે.
કેનેડા French-Speaking Skilled Worker માટે અલગ ડ્રો કાઢે છે, જેમાં પસંદગી સરળતાથી થાય છે.
ફ્રેન્ચ આવડવાથી જોબની તકો બે ગણી વધે છે.
દરેક સેક્ટરમાં ફ્રેન્ચ સ્પીકર્સ માટે અલગ ખાલી જગ્યાઓ હોય છે.
સરકારી નોકરીઓ, શિક્ષણ (school/college), હેલ્થકેર, બેંકિંગ, કસ્ટમર સર્વિસ, લીગલ, કાઉન્સેલિંગ, કમ્યુનિકેશન, અને મોટી કંપનીઓમાં bilingual ઉમેદવારોને વધુ સેલેરી મળે છે.
અંગ્રેજીમાં થોડો ઘટાડો હોવા છતાં ફ્રેન્ચ મજબૂત હોય તો PR અને નોકરી બંને સરળ થઈ જાય છે.
કયા પ્રાંતોમાં સૌથી વધુ ફાયદો?
Quebec – ફ્રેન્ચ મુખ્ય ભાષા, PR સિસ્ટમ અલગ અને સરળ
Ontario (OINP) – દર વર્ષે હજારો જગ્યાઓ ખાસ ફ્રેન્ચ સ્પીકર્સ માટે
New Brunswick – સત્તાવાર bilingual પ્રાંત
Manitoba, Alberta, BC – હવે ફ્રેન્ચની માંગ ઝડપથી વધી રહી છે
ફ્રેન્ચ શીખવી કેટલી જરૂરી?
PR માટે TEF Canada પરીક્ષામાં CLB 7–10નો સ્કોર પૂરતો છે. આ સામાન્ય રીતે 6–12 મહિનાની પ્રેક્ટિસથી મેળવી શકાય છે. જો તમે કેનેડામાં PR મેળવવા માંગો છો અને સારી સેલેરીવાળી નોકરી મેળવવા ઈચ્છો છો, તો વર્ષ 2025–26માં ફ્રેન્ચ શીખવું સૌથી વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. આ એવી સ્કિલ છે જે માત્ર PR સરળ નથી બનાવતી, પરંતુ તમને કેનેડાની જોબ માર્કેટમાં VIP કેટેગરીમાં ઊભા કરે છે.


