- જાન્યુઆરીથી પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે
- વન-ડે ક્રિકેટને અલવિદા કરનાર વોર્નર સાથે અંતિમ ટેસ્ટ પહેલાં એક દુઃખદ ઘટના બની
- વોર્નર ટેસ્ટ અને વન-ડે કારકિર્દી પૂરી થયા બાદ ફોક્સ ક્રિકેટ કોમેન્ટરી ટીમમાં સામેલ થશે
ઓસ્ટ્રેલિયાનો અનુભવી ઓપનર ડેવિડ વોર્નર ત્રીજી જાન્યુઆરીથી પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ મુકાબલો સિડની ખાતે રમાશે. નવા વર્ષે જ વન-ડે ક્રિકેટને અલવિદા કરનાર વોર્નર સાથે અંતિમ ટેસ્ટ પહેલાં એક દુઃખદ ઘટના બની છે. વોર્નરની બેગી ગ્રીન ડેબ્યૂ કેપ ચોરાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયામાં જેને પણ તેની કેપ મળી હોય તે પરત કરે તેવી ભાવુક અપીલ પણ કરી છે. સિડની જતી વખતે વોર્નરની કેટલીક વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે જેમાં અતિકિંમતી બેગી ગ્રીન કેપ પણ છે. તેણે એવી પણ જાહેરાત કરી છે કે જે પણ વ્યક્તિ તેની કેપ શોધીને પાછી લાવી આપશે તેને તે એક બેકપેક ભેટમાં આવશે. વોર્નરે જણાવ્યું હતું કે બંને ડેબ્યૂ કેપ તેની બેગીમાં હતી. એસસીજી પિંક ટેસ્ટ પહેલાં વોર્નરે જૈન મેકગ્રા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ગુલાબી રંગની કેપ પહેરી હતી. વોર્નર ટેસ્ટ અને વન-ડે કારકિર્દી પૂરી થયા બાદ ફોક્સ ક્રિકેટ કોમેન્ટરી ટીમમાં સામેલ થશે.


