- વોરન બફેટને ભારતમાં રોકાણની હાલ કોઈ યોજના નથી હોવાનો ખુલાસો કર્યો હતો
- વિશ્વના ટોચના રોકાણકાર વોરન બફેટે પોતાની કંપનીના વાર્ષિક બેઠકમાં નિવેદન આપ્યું
- મિટિંગમાં વોરન બફેટે આગામી રોકાણ અંગે ભવિષ્યના આયોજનની વાત કરી
વિશ્વના ટોચના રોકાણકાર વોરેન બફેટે ગત રોજ તેમની કંપની બર્કશાયર હેથવે ઈના પ્રથમ ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) પરિણામો જાહેર કર્યા. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરધારકોની વાર્ષિક બેઠક પણ યોજાઈ હતી. કંપનીએ આ ક્વાર્ટરમાં જોરદાર કમાણી કરી છે. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં પાછલા વર્ષની સરખામણીમાં 39 ટકાનો વધારો થયો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન રૂ. 92,719 કરોડનો નફો કર્યો હતો. આ મીટિંગમાં વોરેને પોતાના આગામી રોકાણ સંબંધિત મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા.
અમેરિકા પ્રથમ પસંદગી
જ્યારે વોરેન બફેને તેમની આગામી રોકાણ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અમેરિકાને તેમની પ્રથમ પસંદગી તરીકે નામ આપ્યું. બફેટે કહ્યું કે જો તેમની કંપની કોઈ મોટું રોકાણ કરવા માંગે છે તો તેના માટે અમેરિકા પ્રથમ પસંદગી હશે. વોરન પહેલાથી જ અમેરિકામાં ઘણું રોકાણ કરી ચૂક્યો છે. અમેરિકા શા માટે પ્રથમ પસંદગી હશે તે અંગે બફેટે કહ્યું કે અહીંની કંપનીઓ ઘણી સારી છે. તેમણે કહ્યું કે તેમની કંપની એ અમેરિકન કંપનીઓમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપે છે જેનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાયેલો છે.
જાપાનમાં રોકાણથી સંતુષ્ટ
જ્યારે બફેટને પૂછવામાં આવ્યું કે તેઓ હવે જાપાનની કંપનીઓમાં કરેલા રોકાણને કેવી રીતે જુએ છે? આ અંગે બફેટે કહ્યું કે તેઓ જાપાનમાં રોકાણથી સંતુષ્ટ છે. બફેટે ગયા વર્ષે 4 જાપાનીઝ કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. તેમાંથી મારુબેની, મિત્સુઇ, મિત્સુબિશી અને સુમિતોમો અગ્રણી છે. બફેટે ચીનની કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. 2008માં તેણે ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપની BYDમાં રોકાણ કર્યું. બફેટે હવે આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો છે.
ભારત વિશે આ કહ્યું
વોરેન બફેટે પણ ભારતમાં રોકાણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરે તેવી શક્યતા છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે ભારત જેવા દેશમાં વિપુલ તકો છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં રોકાણ કરવાની તેમની કોઈ યોજના નથી.


