- વોરન બફેટે તાજેતરમાં પોતાના વસિયતમાં ફેરબદલ કર્યો છે
- બફેટની 10 લાખ કરોડથી વધુની સંપત્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં જતી રહેશે
- પોતાના જીવતા જ બફેટે સંપત્તિ અંગેનો વિવાદ ન થાય તે માટે વસિયત બદલી નાખી
વિશ્વના ટોપ10 અબજોપતિમાં સામેલ એવા 93 વર્ષીય વોરન બફેટે સંપત્તિ લઈને મોટો ખુલાસો કર્યો છે. બફેટે તેમના નિધન બાદ અબજોની સંપત્તિનું શું થશે તે અંગે જાણકારી આપી હતી. વોરન બફેટની કંપની બર્કશાયર હેથવેનો અબજો ડોલકનો કારોબાર છે. આ વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં ઈન્વેસ્ટર છે અને વર્ષ-2006માં જ પોતાની અડધાથી વધુ સંપત્તિનું દાન કરી ચુક્યા છે. ઉપરાંત તાજેતરમાં જ પોતાની વસિયતમાં ફેરબદલ કર્યો છે.
વોરન બફેટના નિધન પછી સંપત્તિનું શું થશે
વોરન બફેટે પહેલા જ પોતાની વસિયત બનાવી દીધી છે. પોતાની સંપત્તિ એક ફાઉન્ડેશનને દાન આપી દીધી છે. બિલ ગેટ્સ અને મિલિંડા ગેટસે આ ફાઉન્ડેશનનો પ્રારંભ કરાવ્યો હતો. જો કે હવે તેઓ પતિ-પત્ની નથી પરંતુ ફાઉન્ડેશનનું કામ જોતા રહે છે. આ ફાઉન્ડેશન અંડર પ્રીવિલેઝ લોકો માટે કામ કરે છે. હવે વોરન બફેટે તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓને પોતાની વસિયતમાં ઘણીવાર ફેરબદલ કર્યો છે. આ વખતે સંશોધનમાં તેઓએ પોતાની સંપત્તિ પોતાના બાળકોના ચેરિટેબલ ટ્રસ્ટના નામે કરી દીધી છે. તેમના બાળકો એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. અને હવે વોરન બફેટની મિલકત તેઓના મૃત્યુ પછી આ ટ્રસ્ટ પાસે જતી રહેશે.
વોરન બફેટ પાસેથી શીખવાની વાત
વોરન બફેટે વિશ્વને જણાવ્યું કે કઈ રીતે નાની-નાની બચતથી શરૂઆત કરી યોગ્ય કંપની, મ્યુચ્યુઅલ ફંડ અને બિઝનેસમાં રોકાણ કરી પૈસા કમાઈ શકાય છે. આટલા પૈસા કમાઈ શકાય છે કે વ્યકિત અબજપતિ બની શકે. આવામાં તેને પોતાની વસિયતમાં ફેરફાર કરીને ઘણું શીખવાનું મળે છે.
જેવી રીતે વોરન બફેટનો આ નિર્ણય શીખવાડે છે કે વૃદ્ધ થતા પેઢીને યોગ્ય સમયે પોતાની વસિયત બનાવી લેવી જોઈએ. નહીંતર આ સંપત્તિ મોત પછી બાળકોમાં ભાગલા અને ઝઘડા કરાવે છે. એટલે જ મુકેશ અંબાણીએ પોતાના બિઝનેસની તમામ જવાબદારી નવી પેઝીને સોંપવાની શરૂ કરી દીધી છે. મુકેશ અંબાણી હવે અનંત અંબાણીના લગ્ન બાદ સક્શેસન પ્લાન પર જ ધ્યાન આપશે.


