અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ સત્તા સંભાળતા પહેલા જ કેટલાક વિવાદો સર્જ્યા છે. તેઓ અગાઉ અમેરિકા પાસે રહેલી પનામા નહેર પર ફરી અમેરિકાનો કબજો મેળવવા ઇચ્છે છે. આ ઉપરાંત ગ્રીનલેન્ડ પર ફરી કબજો જમાવવા માંગે છે. તેઓ અગાઉ 2019માં પણ ગ્રીનલેન્ડને ખરીદવાની વાત કરી ચૂક્યા છે.
ગ્રીનલેન્ડ આમ તો ઉત્તર અમેરિકામાં આવેલો છે પણ તેનાં પર યુરોપનું શાસન છે આમ છતાં તેની સુરક્ષામાં અમેરિકાના હિતો સમાયેલા છે. ચીનના ખતરાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની વાત કરી છે. તેમનાં મતે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબજો ઘણો મહત્ત્વનો છે. ગ્રીનલેન્ડ પર હાલ યુરોપનાં દેશ ડેનમાર્કનું શાસન છે. તેની રાજધાની ન્યૂક છે. હાલ ત્યાંની સ્થાનિક સરકાર શિક્ષણ, આરોગ્ય, કુદરતી સંસાધનો અને કાયદાના અમલના મુદ્દા સંભાળે છે. જ્યારે ડેનમાર્ક દ્વારા સંરક્ષણ, નાણાકીય બાબતોને લગતી કામગીરી સંભાળવામાં આવી છે. ડેનમાર્કની મહારાણી મારગ્રેથ ગ્રીન લેન્ડની ઔપચારિક પ્રમુખ છે જ્યારે ચૂંટાયેલી સરકારના વડા પીએમ મ્યુતે બુરુપ છે. ક્વાનેફોલ્ડ ખાણમાં જ 10 કરોડ ટન દુર્લભ ખનિજ છે. ટ્રમ્પ ખનિજોનાં આ ભંડારને કબજે કરવા માગે છે.
અમેરિકા માટે ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ
ગ્રીનલેન્ડ એ યુરોપ સાથે જોડાયેલો દેશ નથી તે ઉત્તર અમેરિકાનો મહાદ્વીપ છે અને USA થી 5,000 કિ.મી દૂર છે. અમેરિકા માટે તેનું કૂટનીતિક મહત્ત્વ છે. તે 21 લાખ વર્ગ કિ.મીમાં ફોલાયેલો દેશ છે. ત્યાં વસવાટની પૂરેપૂરી સંભાવના છે. ત્યાં વિશ્વનો 13 ટકા ક્રૂડ ઓઈલનો ભંડાર છે અને 30 ટકા ગેસનો ભંડાર છે. જે અત્યાર સુધી ખેડાયેલો જ નથી. તે આર્કટિક મહાસાગરમાં આવેલો છે. ટ્રમ્પની તેનાં ક્રૂડ ઓઈલનાં ભંડાર પર નજર છે. ત્યાં કોલસો, લોખંડ, તાંબુ અને જસતનો ભંડાર પણ છે.