ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા તેમનાં નિકટનાં મનાતા કાશ પટેલની FBIનાં ડિરેક્ટર તરીકેની કામગીરી સામે સવાલો ઉઠયા છે. તેઓ ઓફિસ કરતા નાઈટ ક્લબોમાં વધુ સમય ગાળી રહ્યા હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા છે.
અગાઉ ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા બ્યૂરો અધિકારીએ તેમની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ફ્રેન્ક ફિગ્લુઝી કે જેમણે રોબર્ટ મૂલરનાં હાથ નીચે FBIનાં કાઉન્ટર ઈન્ટેલીજન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી હતી તેમણે કાશ પટેલની કાર્ય પધ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે બ્યૂરોની આંતરિક સ્થિતને અરાજકતાભરી ગણાવી હતી. કાશ પટેલે અગાઉ દરરોજ FBI બ્રિફિંગની સિસ્ટમ હતી તે બંધ કરીને અઠવાડિયામાં બે વખત કરી દીધી છે. તેઓ કોઈપણ જાતનાં અનુભવ વિના FBIનો વહીવટ કરવા પ્રયાસો કરી રહ્યા છે. તેઓ મોટાભાગનો સમય હૂવર બિલ્ડિંગ અને લાસ વેગાસ વચ્ચે વેડફી રહ્યા છે. તેમની આ કામગીરી આશીર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ છે. તેો અનુભવ વિના FBI ચલાવી રહ્યા છે જેમાં કેટલાક કાર્યો બગડી શકે છે. તેઓ FBI એજન્ટો પર વધુ મદાર રાખી રહ્યા છે. તેઓ FBIનાં સંસાધનો અને જેટનો અંગત ઉપયોગ કરી રહ્યા છે જેથી તેની તપાસમાં માંગણી કરાઈ છે. તાજેતરમાં મીડિયામાં કેટલીક વાતો લીક થયા પછી કાશ પટેલે તેમનાં બ્યૂરોમાં તમામ લોકોનો પોલિગ્રાફી ટેસ્ટ કરવાનાં આદેશ આપ્યા છે. આની સામે પણ સવાલો ઊઠયા છે.
ઉલ્લેખનીય છે કે કાશ પટેલની નિમણૂક થઈ ત્યારે પણ તેમની સામે સવાલો ઊઠયા હતા. તેમની અંગત લાઈફને કારણે પણ તેમની નિમણૂક સામે ડેમોક્રેટ્સ દ્વારા વિરોધ નોંધાવાયો હતો.


