આગામી 20 જૂનથી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ચેમ્પિયનશીપની શ્રેણી ચાલુ થવા જઈ રહી છે. ત્યારે મેચના પ્રથમ દિવસેજ જસપ્રીત બૂમરાહ એક નવો રેકોર્ડ તેમના નામે નોંધી શકે છે. આ રેકોર્ડ અત્યાર સુધી વસીમ અકરમના નામે હતો, જે રેકોર્ડ હવે ભારતીય બોલરના નામે નોંધાવા જઈ રહ્યો છે.
વસીમ અકરમના નામે હતો આ રેકોર્ડ
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને અને ફાસ્ટ બોલર એવા વસીમ અકરમનો એક રકોર્ડ જલ્દી તૂટવા જઈ રહ્યો છે. વાત કઈક એવી છે, કે વસીમ અકરમ એશિયાના એવા બોલરો માંથી એક છે, જેણે SENA દેશો સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે કર્યો છે. SENA દેશોનો અર્થ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા થાય છે. વસીમ અકરમે અત્યાર સુધી 146 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં SENA દેશો સામે 145 ટેસ્ટ વિકેટ લીધી છે.
રેકોર્ડ તોડવાથી બસ 2 વિકેટ દૂર
આગામી 20 જૂનથી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ચેમ્પિયનશીપની શ્રેણી ચાલુ થવા જઈ રહી છે. ત્યારે મેચના પ્રથમ દિવસેજ જો જસપ્રીત બૂમરાહ એક વિકેટ લેશે એટલે તેઓ વસીમ અકરમના રેકોર્ડની બરાબરી કરી લેશે, અને જો બે વિકેટ લેવામાં સફળ થાય છે, તો જસપ્રીત બૂમરાહ પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અકરમનો SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડી નાંખશે. આશા છે કે 20 જૂનના પ્રથમ દિવસેજ આ રેકોર્ડ બૂમરાહ તેના નામે નોંધશે.
જસપ્રીત બૂમરાહ કરશે કમાલ
વસીમ અકરમે 1985માં તેના ટેસ્ટ કરિયરની શુરૂઆત કરી હતી અને અંતિમ મેચ 2002 માં રમી હતી. જેની સામે જસપ્રીત બૂમરાહે વર્ષ 2018માં તેના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. બૂમરાહે માત્ર 45 ટેસ્ટ મેચમાં 205 વિકેટ તેના નામે કરી છે. ત્યારે હવે જસપ્રીત બૂમરાહ પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અકરમનો SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડી નાખવા જઈ રહ્યો છે. આશા છે કે જસપ્રીત બૂમરાહ પ્રથમ દિવસેજ આ રેકોર્ડ તેમના નામે કરશે.