- સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રામમંદિરનું પ્રસારણ
- ફક્ત 100 રુપિયામાં રામમંદિરનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે
- 70 થી વધુ શહેરોમાં 160 થી વધુ થિયેટરમાં લાઈવ પ્રસારણ
અયોધ્યામાં આજે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેને લઈને સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠામાં 22 જાન્યુઆરીએ દેશમાં વિવિધ જગ્યાઓ પર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. કેટલાક સંગઠનો, સંસ્થાઓ અને કંપનીઓએ આ ઐતિહાસિક દિવસને ખાસ બનાવવા માટેની તૈયારીઓ કરી લીધી છે. 22 જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસને હવે મલ્ટીપ્લેક્સમાં પણ જોઈ શકાશે. તેના માટે પીવીઆર આઈનોક્સે મહત્વની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, આજે ભારતભરમાં તેમના પીવીઆર સિનેમામાં સ્ક્રીન્સ પર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ધાટનનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
ફક્ત રુ. 100 ટિકિટમાં લાઈવ પ્રસારણ
પીવીઆર આઈનોક્સે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આયોજન તરીકે ગણ્યું છે અને કહ્યું છે કે, સમગ્ર દેશમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવશે. પીવીઆર આઈનોક્સ આ ઐતિહાસિક મહોત્સવને ભારતના 70 થી વધુ શહેરોમાં સ્થિત પોતાના 160 થી વધુ થિયેટરોમાં લાઈવ સ્ક્રીનિંગ કરશે.
કોમ્બો ઓફર્સ ઉપલબ્ધ
સમગ્ર મહોત્સવનું લાઈવ સ્ક્રીનિંગ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી થશે. પીવીઆર આઈનોક્સ એપ અથવા વેબસાઈટ અને અન્ય પ્લેટફાર્મના માથ્યમથી ફક્ત 100 રૂપિયામાં તેની રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ટિકિટ બુક કરી શકાશે છે, જેમાં ઠંડાપીણું તેમજ પોપકોર્નનું કોમ્બો પણ મળશે.
ઐતિહાસિક અવસરને દર્શકો સાથે શેર કરશે
પીવીઆર આઈનોક્સ લિમિટેડના સીઈઓ ગૌતમ દત્તાએ આ દિવસને મહત્વપૂર્ણ અવસર ગણાવતા કહ્યું કે, આ રીતે ભવ્ય અને ઐતિહાસિક અવસરોને ભવ્ય રીતે મનાવવો જોઈએ. દેશભરના સિનેમા સ્ક્રીન પર આ સામૂહિક ઉત્સવની ભાવનાઓને જીવંત કરી દેશે. આ અનોખી રીતે ભક્તોને ઉત્સવથી જોડવા આપણા માટે સૌભાગ્યની વાત થશે. આશા છે કે, આપણે મંત્રો અને શાનદાર દ્રશ્યો અને ભારતના સમકાલીન ઈતિહાસના સૌથી વધુ રાહ જોવાયેલા ક્ષણના જાદૂને જીવંત કરવામાં સક્ષમ હશે. અમે આ ઐતિહાસિક ક્ષણને પોતાના દર્શકો સાથે શેર કરવા માટે ઉત્સુક છીએ.


