શરીર સ્વસ્થ રાખવા માટે કેળાંનુ સેવન અનેક રીતે ગુણકારી છે. ચોમાસાની સિઝનમાં બજારમાં કેળાં સૌથી વધુ વેચાણ થાય છે. આ દિવસોમાં તહેવાર અને શ્રાવણ મહિનો આવતો હોવાથી લોકો ઉપવાસમાં કેળાંનું સેવન કરતા હોય છે. ફક્ત એક કે બે કેળા ખાઈ તો પણ પેટ ભરેલું લાગતું હોવાથી ઘણા લોકો તેને સુપરફૂડ માને છે. સામાન્ય રીતે દૂધ સાથે કેળાનું સેવન કરવામાં આવે છે પરંતુ ઘણા લોકોને દૂધની એલર્જી હોવાના કારણે તેઓ કેળા ખાધા બાદ ઉપરથી પાણી પીએ છે.
કેળા સાથે પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સમસ્યા
આર્યુવેદ મુજબ કેળામાં કુદરતી સુગર (ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ અને સુક્રોઝ) રહેલુ છે અને તેની તાસીર ઠંડી છે. આ ઉપરાંત ફ્કત એક કેળામાંથી આપણને 100 ગ્રામ જેટલી કેલેરી મળે છે. તેમજ કેળામાં પોટેશિયમ, વિટામિન બી 6 અને ફાઈબર જેવા પોષક તત્ત્વો રહેલા છે. કેળામાં પ્રચૂર માત્રામાં પોષકતત્ત્વો હોવાના કારણે જ્યારે તેનું સેવન કર્યા બાદ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને કેળાનું સેવન કરી ઠંડુ પાણી પીવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
પાચન સમસ્યામાં મુશ્કેલી
આ ફળની તાસીર ઠંડી હોવાના કારણે જ્યારે તેનું સેવન કર્યા બાદ ઠંડુ પાણી પીવામાં આવે તો પેટમાં ભારેપણું લાગે છે. એટલે કેળા ખાધા બાદ પાણી પીવાના કારણે કેટલાક લોકોને ગેસ, સોજો, અપચો અથવા ગળામાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે આયુર્વેદ અનુસાર, કેળા બાદ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક મનાય છે. ખાસ કરીને જે લોકોનું પાચનતંત્ર સંવેદનશીલ હોય તેમણે કયારે પણ કેળા ખાધા બાદ પાણી ના પીવું જોઈએ. કારણ કે આ આદતના કારણે આગળ જતા ગેસ્ટ્રિક સમસ્યાઓ વધતા સ્વાસ્થ્યમાં અનેક મુશ્કેલીઓ ઉદભવે છે. જે લોકો શરદી અને ખાંસીથી પીડાતા તેમણે મિશ્રણ બિલકુલ ના અપનાવવું જોઈએ. ખૂબ તરસ લાગી રહી હોય અને પાણી પીવું પડે, તો હૂંફાળું પાણી પીવાની ડોક્ટર સલાહ આપે છે.
કેળા સેવનના ફાયદા
કેળા ઉચ્ચ કેલેરીનો સ્ત્રોત કહેવાય છે. તેનું સેવન પાચનસંબંધિ સમસ્યા ઉપરાંત હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ બ્રેકફાસ્ટમાં કેળાનું સેવન કરતા હોય છે. વિટામિન B6 અને વિટામિન C જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી આ ફળનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં પણ મદદરૂપ છે.