- ભાદર મુખ્ય કેનાલમાં લીકેજના કારણે પાણી અભિશાપ બન્યા
- મકાઈ, બાજરી, ઘઉં અને મગફ્ળી જેવા પાકોને વ્યાપક નુક્સાન
- સમસ્યા આજની નથી વર્ષોથી ખેડૂતો આના માટે રજૂઆતો કરતા
ખાનપુર તાલુકાનાં રંગેલી ભાદરોડ અને કાળી શેલો ગામના ખેડૂતો માટે ભાદર ડેમ માંથી આવતી ભાદર મુખ્ય કેનાલ ના પાણી અભિશાપ બન્યા છે કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સમારકામ વગરની છે જેને લઇને ઠેર ઠેર કેનાલ લીકેજ થાય છે અને આ ત્રણ ગામોની 100 હેકટર થી વધુ જમીનમાં પાણી ભરાઈ રહે છે અને જેને લઇને ખેડૂતોના મકાઈ, દિવેલા, બાજરી, ઘઉ, મગફ્ળી જેવા ઊભા પાકો સડી જવા પામ્યા છે. આ સમસ્યા આજની નથી વર્ષોથી ખેડૂતો આના માટે રજૂઆતો કરતા આવ્યા છે. પરંતુ એમનું સંભાળનાર કોઈ નથી ચોમસા સીઝન બાદ તેઓ કોઈ પાક લઈ શકતા નથી અને કેનાલ ખાતા વાળા જોઇને જતા રહે છે પણ કોઈ ચોક્કસ કામ કરતા નથી. જેને લઇને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અતિશય પાણી ભરાઈ રહેવાના કારણે એમનો મહામૂલો પાક બગડી ગયો છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ભાદર તારા વહેતા પાણી રોકો અમે અમને વળતર આપો.
ખાનપુર તાલુકાનાં રંગેલી, ભાદરોડ અને કાળીશેલો ગામના જ્યાંથી ભાદર ડેમમાંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલ કે જે ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના થઈને 8 હજાર હેકટર જેમીનમાં ખેડૂતોને ખેતી માટે પિયત કરવા પાણી પૂરું પાડે છે. પરંતુ ભાદર ડેમ થી માત્ર 10 કી.મી ના અંતરે આ કેનાલ લીકેજ છે અને કરાનાત્એજ કે કેનાલની યોગ્ય જાળવણી થતી નથી છેલ્લા ક્યારે એને સમારકામ કરાયું હશે તે સ્થાનિક ખેડૂતોને પણ યાદ નથી આ કેનાલ લીકેજ ના કારણે ખાનપુર લીમડીયા ને જોડતા હાઈવે ની બાજુમાં આવેલ ખીણો માં પણ 3 કી મી સુધી પાણી ભરાઈ રહે છે અને આજુબાજુ આવેલા ખેડૂતોની જમીન માં પણ પાણી ભરાઈ રહે છે.
ખેડૂતો ની મહેનત પર પાણી ફ્રેલી કહેવત અહીંયા સાચી પડે છે ખાનપુર તાલુકાના ત્રણ ગામની થઈને 100 એકર થી વધુ ની જમીનમાં કરેલા ઊભા પાકો માં તેમજ ખાલી જમીનમાં પણ પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતો કહે છે કે ભાદર હતા વહેતા પાણી ખેતરોમાં વહેતા રહ્યા જે પાણી થાકી પાક મેળવવાનો હોય તેજ પાણી હવે ખેડૂતોના પાકને બગાડી રહ્યું છે. પાક સડી ગયો છે અતિશય પાણી ના કારણે ઉગેલા પાકમાં સડો થઈ ગયો અને ખેડૂતોની મહેનત એડે જઇ રહી છે. ખેડુતો જણાવે છે કે હવે આમાંથી શું મેળવવાનું ખેડૂતોએ મકાઈ, બાજરી, ઘઉં અને મગફ્ળી જેવા પાકો કર્યા છે તે મહેનત અને ખર્ચ હવે તેમને માથે પડયા છે ત્યારે ખેડૂતો હવે વળતર ની માંગણી કરી રહ્યા છે.


