- સેવા સદનમાં અરજદારો માટે મુકાયેલા કૂલરો ઠપ
- ઉનાળાની શરૂઆતમાં સેવા સદનમાં પીવાના પાણીના ધાંધિયા
- ડભોઇ તાલુકા સેવાસદન ખાતે પીવાના પાણીના જગ મગાવાય છે
હાલ ડબલ ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસમાં ગરમી અને રાતે ઠંડીનો માહોલ જોવા મળે છે. ત્યારે ડભોઇ તાલુકા સેવા સદન ખાતે અરજદારો માટે મૂકવામાં આવેલા પાણીના ઠંડા કૂલરો બંધ હાલતમાં નજરે પડે છે.
ત્યારે ગરમીની સિઝન ચાલુ થયું હોય અરજદારો પાણી પીવા ક્યાં જાય ? જ્યારે ઓફ્સિમાં કર્મચારીઓને અધિકારીઓ માટે બહારથી પાણીના કૂલરો મંગાવવામાં આવતા નજરે પડયા હતા. ત્યારે સેવા સદન કચેરીમાં જો પીવાના પાણીના ધાંધિયા હોય તો પ્રજાને પુરતું પાણી કેવી રીતે મળી શકે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
હાલમાં ડબલ ઋતુ જેવો માહોલ દિવસમાં ગરમી અને રાતે ઠંડી જેવો માહોલ થઈ જતા ડભોઇ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમયથી ઠંડા પાણીના કુલરો બન હાલતમાં અને દરવાજે લોક મારેલો હોય રોજિંદા કચેરીમાં અરજદારો મોટી સંખ્યામાં કરતા હોય તેઓને બેસવા માટે બાંકડાને પીવા માટે પાણીની વ્યવસ્થા કરાઇ હતી.
પરંતુ pwdની બેદરકારીને કારણે સેવા સદન ખાતે પાણીના કુલરો બંધ હાલતમાં હોય અરજદારો પાણી પીવા ક્યાં જાય ? જ્યારે કે કચેરીના સ્ટાફ્ માટે બહારથી પાણીના જગ મંગાવવામાં આવતા નજરે પડયા હતા. હાલ ઉનાળાની ઋતુ દિવસમાં જણાય છે. ત્યારે પાણીના કુલરો વહેલી તકે ચાલુ કરાવવા અરજદારોની માંગ ઉઠવા પામી હતી.


