રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા પર્વ પહેલાં જ પ્રારંભ :સાથે સાથે સર્યુ નદીમાં ક્રુઝની સહેલગાહ પણ કરી શકાશે
દેશ-દુનિયામાંથી આવનાર રામભકત યાત્રિકો માટે અદ્યતન રેલવે સ્ટેશન બાદ એરપોર્ટ અને હવે સર્યુ નદીમાં ચાલશે વોટર મેટ્રો ટ્રેન
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી રરમી જાન્યુઆરીના રોજ રામલ્લાના મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તેની બહુવીધ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામજન્મભૂમિ ન્યાસ,વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ ખભ્ભે ખભ્ભા મીલાવી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરી રહયા છે. દેશ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને બાદમાં દેશ અને વિદેશમાંથી લાખો રામભકતો અયોધ્યા નગરીમાં આવનાર છે. તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે યુધ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં રેલ સેવા,નવુ એરપોર્ટ અને હવે મેટ્રો રેલની સુવિધાનું આયોજન થયુ છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રિય પ્રમુખ વિનોદ બંસલે અગ્ર ગુજરાત સાથે ટેલિફોનિક વિગતો આપતાં જણાવ્યુ હતું કે રામ મંદિરના દર્શનાર્થે લાખો ભાવિકો દેશ વિદેશથી આવનાર છે. તેમને માટે રહેવા જમવાના ઉતારા યાત્રિ નિવાસ ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ ઉભી થનાર છે. જેમાં સર્યુ નદીમાં વોટર મેટ્રો પણ ચાલશે. આ ઉપરાંત ક્રુઝની સહેલગાહ માટે કોલકતાથી જટાયુ ક્રુઝ પણ આવવા રવાના થઇ ગઇ છે. ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે.