દેશના એકમાત્ર બ્લુફ્લેગ બીચ પર વોટર સ્પોર્ટ્સને માન્યતા ક્યારે?
ઓખામંડળ તાલુકામા કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેશનો પ્રથમ બ્લુફ્લેગ બીચ શિવરાજપુરને છેલ્લા પાંચ વર્ષથી વિકસાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ બીચ શિવરાજપુર બીચ ઉપર ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટીને સ્થાનિક સાગરખેડુઓ દ્વારા પોતાની આગવી સૂઝ અને ગોવાની ઇન્સટીટ્યુટ ઓફ વોટર સ્પોર્ટ્સમાંથી તાલીમ લઈને સ્કુબા ડાઇવિંગ-પેરા ગ્લાઈડીંગ-હાઇ સ્પીડ બોટો દ્વારા પ્રાથમિક તબ્બકે આ બીચ ને વિકસાવવામાં કેન્દ્ર-રાજ્ય સરકારને આ બીચ પર ટુરિસ્ટ ને આકર્ષવામા મદદરૂપ થાય છે. જે કારણે છેલ્લા પાંચ વર્ષથી અવિરત યાત્રિકોનો ઘસારો વધી રહયાનું ખુદ સરકારી અને રાજ્ય ટ્યુરીઝમ બોર્ડના રેકર્ડ પર નોંધાયેલ છે.
ત્યારે સૌથી મોટો પ્રશ્ન આ સ્થાનિક રોજગારી આપતો અને ટુરિસ્ટની સલામતી માટેના દરેક પગલાઓ લેવા અને તેને સંલગ્ન સામગ્રી વિકસાવી અહીં વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓ ચાલુ છે અને તેના દ્વારા હજારો વ્યક્તિઓને રોજગારી મળી રહે છે. ત્યારે તંત્ર દ્વારા રાજ્ય કે દેશની કોઈ નદી કે સમુદ્ર કિનારે નાની મોટી કુદરતી હોનારત સર્જાય એટલે તાત્કાલિક આ પ્રવૃત્તિ ને મૌખિક હુકમથી અવારનવાર બંધ કરાવવામાં આવે છે. જેના કારણોમા આ પ્રવૃત્તિ માટે કોઈ રાજ્ય કેન્દ્રના આ અંગેના વિભાગની પરવાનગી ના હોવાનું જણાવી આ કાર્યવાહી કરવામાં આવે છે જે કરાવવી તે તદન ગેરકાનુની ક્રુત્ય છે.
હકીકતમા આ તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના ચાલકો અને બોટ ધારકો જરુરી લાઇસંસ ધરાવે છે અને અનુભવી પણ છે. ફક્ત જિલ્લા કલેક્ટર તરફ થી NOC આપવામાં આવેલના હોય કોઈ નિયમ મુજબની પરવાનગી કે પરવાના કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી નાથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ વોટર સ્પોર્ટ્સ ચલાવનારા પાસે આ અંતર્ગતના તમામ SOP ના માપદંડ મુજબ ના લાઇસંસ પણ દરેક ધરાવે છે જેમ કે સ્કુબા ડાઇવીંગ માટે ગોવા સ્થીત N.I.W.S. નેશનલ ઇંસ્ટીટ્યુટ ઑફ વોટર સ્પોર્ટ્સ દ્વારા માન્ય SSI તથા PEDI સંસ્થા દ્વારા માન્ય લાઇસંસ ધરાવે છે. પેરાસેઇલીંગ માટે પણ N.I.W.S. ઍ માન્ય લાઇસંસ આપવા મા આવે છે જે ભારતભરમા માન્ય છે.
અહીં જિલ્લા ના વડા અને બંધારણીય વડા તરીકે ના જવાબદાર અધિકારી દ્વારા આ અંગેની પાયાની જરુરિયાત્ જેવા NOC ના આપવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડનુ રજીસ્ટ્રેશન કરી સકતા નથી એ અમારી સમજ બહાર છે કે જ્યારે વડાપ્રધાન દ્વારા દ્વારકાના વિકાસ અર્થે શિવરાજપુર બીચ બનાવવા/વિકસાવવામાં આવી રહ્યો છે.
ત્યા આજ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા નુ નક્કી થયેલ છે. પરંતુ ફક્ત ગુજરાત સરકાર દ્વારા તેમજ કલેકટર શ્રી નિસ્ક્રીયતા ના કારણે આ લાઇસંસ આપવાનુ કોઈ કાર્ય થતુ નથી અને ક્યારે થશે તે ખબર્ નથિ.
અહીં વર્ષ ૨૦૧૬ થી વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા મા આવે છે અને તે બધા બોટ ધારકો દ્વારા કલેક્ટર કચેરી મા NOC માટે આવેદનો આપેલા છે પરંતુ તંત્ર તરફ થી કોઇ વળતો જવાબ કોઇ અરજદાર ને પાઠવવામાં આવેલ નથી. જે સરકારી તંત્ર ની વોટર સ્પોર્ટ્સ વિકસાવા પ્રત્યે ની ઉદાસીનતા દર્શાવે છે.
બીજી બાજુ આટલા વર્ષો માં એક પણ પ્રકાર નો અકસ્માત આ શિવરાજપુર બીચ ખાતે આજ દિવસ સુધી થયેલ નથી. તમામ ધારા ધોરણો અને સલામતી ના પગલાઓ નુ પાલન કરી ને આ એકટીવીટી કરાવવામાં આવે છે.
ફક્ત કલેક્ટર શ્રી દ્વારા આ કાર્ય કરવા માટે જે NOC આપવી જોઇએ તે આપેલ નથી.
રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ની સરકાર માં ૨૦૧૩ મા એક નોટીફીકેસન (ગુજરત સરકાર, ઉધ્યોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક –ટીડીશી-૧૧-૨૦૧૧-૫૮૬૪૫૮-સ તાઃ5-૧0-૨૦૧૩) બહાર પાડી ને તમામ જીલ્લા કલેકટર શ્રીઓ ને સ્પસ્ટ અધીકારો અને આદેશ આપેલ છે કે વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી માટે NOC તમામ કલેકટર શ્રી ઓ આપશે અને અન્ય જરુરી લાઇસન્સ છે તે જે તે ડીપાર્ટંમેંટ આપશે.
અહીં મુળ મા જ્યાં સુધી કલેક્ટર શ્રી નું NOC ના હોય તો અન્ય કોઇ ડીપાર્ટંમેંટ લાઇસંસ આપવા આગળ કાર્યવાહી કરી શકે નહી તે સ્પષ્ટ અને સત્ય હકીકત છે.
આ અંગે વધુ જણાવતા ઓખા મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી સુભાષભાઈ ભાયાણી દ્વારા ઉપરોક્ત હકીકતો અંગે ની વિગતવાર રજૂઆત રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ કરતાં જણાવેલ છે કે ઉપરોક્ત સત્ય હકીકત આપના ધ્યાને મુકીએ છીએ જે ધ્યાને લઇ આપના દ્વારા તાત્કાલીક અસર થી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સર્વે ને NOC આપવામા આવે.
આ પ્રશ્ન ની ગમ્ભીરતા થી નોંધ લેવામાં આવે કારણ કે હજારો કુટુંબ આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેની રોજીરોટી બંધ છે.
જ્યારે જ્યારે કોઇ અકસ્માત સર્જાય ત્યારે અહીં ચાલતી આ પ્રવ્રુતી બંધ કરવી તે ગેરવ્યાજબી છે.
રોડ ઉપર કોઇ અકસ્માત સર્જાય તો તમામ વાહનો બંધ ન કરી શકાય તે આપ સારી રીતે જાણો છો ત્યારે ફક્ત જિલ્લા કલેક્ટર દ્વારા શિવરાજપુર બીચ ના તમામ ધારા ધોરણ નક્કી કરવા આજ દિવસ સુધી કોઇ દરખાસ્ત સરકારશ્રી મા કરવી જોઇએ તે કરેલ નથી જો કરેલ હોય તો અમો ને તેની કોપી આપવા આ અંગે કલેક્ટર શ્રી ને જણાવશો. વધુ મા આપને જણાવવાનુ કે આપણા ગુજરાત માં જ માંડવી, અમદાવાદ રીવર ફ્ર્ન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડીયા, દીવ વગીરે સ્થળો પર આવી વોટર સ્પોર્ટસ એકેટીવીટી ચાલે જ છે અને તેના માટે ત્યા ની કલેકટર ઓફીસ દ્વારા જરુરી NOC આપાવામા આવે જ છે અને આ તો આ NOC ક્યા નિયમો અનુસાર અપાય છે તેની એ જ નિયમો મુજબ અહી પણ આપવામા આવવી જોઇએ તેવી આ સર્વે વતી મારી રજુઆત છે.
અહીં આના ગંભીર પરિણામો આવવાના શરૂ થયેલ હોય તેમ બે માસ પૂર્વે થી અહીં દરેક પ્રકારની વોટર સ્પોર્ટસ એક્ટીવીટી બન્ધ છે અને ત્યાર થી તાલુકા ની કઈંક કેટલીયે હોટેલ ના બુકીંગ કેંસલ થયેલ છે અને યાત્રીકો દ્વારા દ્વારકા ટ્રીપ કેંન્સલ કરેલ છે. હોળી ધુળેટી ના તહેવારો સીવાય દ્વારકા મા ટુરીસ્ટ અને યાત્રીકો ની સંખ્યા મા ૭૫% નો ઘટાડો થયેલો છે દ્વારકા યાત્રાધામ મા મંદી નો માહોલ જોવા મડ્યો છે.
આજ રોજ અમો નીચે સહી કરનાર તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી સંચાલકો વતી હોદા ની રૂએ આપને આ રજૂઆત કરીએ છીએ કે જ્યા સુધી ગુજરાત સરકાર આ અંગે નીયમન SOP ન બનાવે કે તે અંગે નો કોઈ વિભાગ ચાલુ ના થાય ત્યાં સુધી ગોવા સ્થીત એન. આઇ. ડબલ્યુ. એસ. ના માન્યતા પ્રાપ્ત લાઇસંસ ઉપર અહીં વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ ચલાવવા કરવા આદેશ કરે અન્યથા ના છુટકે આ વોટર સ્પોર્ટ્સ વ્યવસાય મા જોડાયેલા આ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચાલુ રાખી ને આંદોલન કરવાની ફરજ પડશે.
ત્યારે આ પ્રશ્ન વેકેશન નો સમય ચાલુ થાય અને ટુરિસ્ટ નો ઘસારો ચાલુ થાય અને આ વોટર સ્પોર્ટ્સ નો અનેરો આંનદ લીધા વગર પરત જાય અને સ્થાનિકો બેરોજગાર બને તે પહેલા યોગ્ય કરવાની માંગણી ઉઠાવામાં આવેલ છે.
આ અંગે નો સ્થાનિકો નો આવાજ દરેક સતાંધીશો, પદાધિકારિઓ સમક્ષ પહોંચાડવા આ વ્યવસાય સાથે જોડાયેલ સર્વે વ્યક્તિઓ ની આગેવાની લઈ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પણ રૂબરૂ આપવામાં આવેલ છે.


