જયારે નિરીક્ષક ન હોય ત્યારે કોણ પીડા ભોગવે છે? શું પીડા તમારાથી અલગ છે? તમે જ પીડા છો, શું તેમ નથી? તમે પીડાથી જુદા નથી, તમે જ પીડા છો. શું થાય છે? અહીં નામની કાપલી ચોડવાની નથી, તેને કોઈ નામ આપીને એક બાજુ મૂકી દઈએ એવું નથી, તમે જ તો તે પીડા છો, તે લાગણી છો, તમે તીવ્ર પીડાની તે ભાવના છો. જ્યારે તમે તે જ છો ત્યારે શું થાય છે? જ્યારે તમે તેને નામ નથી આપતા, જ્યારે તેના વિશે કોઈ ભય નથી ત્યારે શું તેની સાથે એ કેન્દ્ર જોડાયેલું હોય છે? જો એ કેન્દ્ર તેની સાથે જોડાયેલું હોય તો તે તેનાથી ભયભીત હોય છે. ત્યારે તેણે સક્રિય બનવું જોઈએ અને તેના અંગે કંઈક કરવું જોઈએ, પરંતુ જો તે કેન્દ્ર તે જ હોય તો તમે શું કરો છો? તો કંઈ કરવાપણું રહેતું નથી, શું રહે છે? જો તમે જ તે હો અને તમે તેનો સ્વીકાર ન કરો, તેને નામની કોઈ કાપલી ન ચોટાડો, તેને બાજુએ પણ ન મૂકો, જો તમે જ તે વસ્તુ હો તો શું થાય છે? તો તમે શું એમ કહો કે તમે પીડા ભોગવો છો? ચોક્કસપણે, એક મૂળભૂત પરિવર્તન થયું છે. તો હવે પછી `હું દુ:ખ ભોગવું છું’ રહેતું નથી, કારણ કે દુ:ખ ભોગવે તેવું કોઈ કેન્દ્ર જ નથી અને એ કેન્દ્ર દુ:ખ ભોગવે છે, કારણ કે આપણે કેન્દ્ર શું છે (કોણ છે) તેની ક્યારેય તપાસ કરી જ નથી. આપણે બસ એક શબ્દથી બીજા શબ્દ સુધી જઈએ છીએ, એક પ્રતિક્રિયાથી બીજી પ્રતિક્રિયા સુધી જઈએ છીએ.
શું દુ:ખ ભોગવવું જરૂરી છે?
દુ:ખના ઘણા બધા પ્રકારો છે, તેમાં ગૂંચવણભરી પરિસ્થિતિઓ અને અનેક તબક્કા છે. તમે આગળ તપાસ કરવાના દરવાજા બંધ કરી દીધા છે. જો તમે તેનાથી ભાગી છૂટો તો પણ તમે દરવાજા બંધ કરી દીધા છે. તમે પુરુષ અને સ્ત્રી તરફના આકર્ષણમાં, કેફી પીણામાં, આનંદ-પ્રમોદમાં, સત્તા, પદ, પ્રતિષ્ઠા અને અર્થહીન આંતરિક બકબક જેવાં વિવિધ સ્વરૂપોમાં સરી પડો છો. ત્યારે આમ સરી પડવાનું અને પલાયન કરવાનું સૌથી મહત્ત્વનું થઈ જાય છે. જે તત્ત્વો તરફ તમે ધસમસો છો તેનું સ્વરૂપ અનેકગણું મહત્ત્વનું થઈ જાય છે. આમ તમે દુ:ખ વિશેના ને પીડાના દરવાજાને બંધ કરી દો છો અને આપણામાંના મોટાભાગના લોકો આમ જ કરે છે. હવે શું આપણે દરેક પ્રકારના પલાયનોને અટકાવી શકીએ અને ફરી દુ:ખ પર પાછા આવી શકીએ? તેનો અર્થ દુ:ખનો ઉકેલ શોધવો એવો નથી. શારીરિક દુ:ખ પણ હોય છે, દાંતનો દુખાવો, પેટનો દુખાવો, ઓપરેશન (શસ્ત્રક્રિયા), અકસ્માત, શારીરિક દુ:ખનાં વિવિધ સ્વરૂપો કે જેને અનુરૂપ પોતપોતાના ઉપાયો હોય છે. આપણને ભવિષ્યની પીડાનો પણ ભય હોય છે કે જેથી દુ:ખ થાય. દુ:ખનો ભય સાથે બહુ નજીકનો સંબંધ છે અને જીવનમાં આ બે મુખ્ય પરિબળોને સારી રીતે સમજ્યા વગર, આપણે ક્યારેય એ નથી સમજી શકવાના કે કરુણાસભર હોવું એટલે શું? પ્રેમ કરવો એટલે શું? તો જે મન કરુણા શું છે તેની સમજણ સાથે જ નિસ્બત ધરાવતું હોય, પ્રેમની સમજણ સાથે નિસ્બત ધરાવતું હોય વગેરે વગેરે તેવું મન ભય શું છે અને દુ:ખ શું છે એ ચોક્કસપણે સમજી શકે