- વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો
- વિરાટ અંગત કારણોસર અત્યારે ટીમ ઈન્ડિયામાંથી બહાર
- સતત ટ્રોલ થઈ રહી છે અનુષ્કા શર્મા
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભાગ લઈ રહ્યો નથી. પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા બાદ એવી આશા હતી કે વિરાટ કોહલી ત્રીજી મેચમાં પુનરાગમન કરશે. પરંતુ બાકીની ત્રણ મેચોમાં પણ વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નથી.
કેમ ટીમની બહાર છે કોહલી?
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર છે? આ અંગે હજુ સુધી કોઈની પાસે સાચી માહિતી નથી. બીસીસીઆઈના અધિકારીએ એક પ્રેસ રિલીઝ જારી કરતા વિરાટ કોહલી વિશે કહ્યું કે વિરાટ અંગત કારણોસર અત્યારે ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે તેમ નથી.
ટ્રોલ થઈ રહી છે અનુષ્કા શર્મા
વિરાટ કોહલીના ફેન્સ સતત આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય ટીમની જાહેરાત થઈ ત્યારથી અનુષ્કા શર્મા ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિશે ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
કોહલીના ચાહકો પર નિશાન સાધ્યું
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, અનુષ્કા, અમને તારી પાસેથી આની આશા નહોતી, તેં વિરાટ કોહલીનું કરિયર બરબાદ કરી દીધું છે. અન્ય એક યુઝરે લખ્યું કે બીજી તરફ ખેલાડીઓની પત્નીઓ તેમના પતિઓને સપોર્ટ કરે છે. જ્યારે અનુષ્કા શર્મા તેને ક્રિકેટથી દૂર રાખી રહી છે. અનુષ્કા શર્મા ચાહકોમાં સતત ટ્રોલ થઈ રહી છે.
બીજી વાર માતા-પિતા બનવાના સમાચાર સામે આવ્યા હતા
આ પહેલીવાર નથી જ્યારે અનુષ્કા શર્મા વિરાટ કોહલીના કારણે ટ્રોલ થઈ હોય. આ પહેલા પણ અનુષ્કા શર્મા ઘણી વખત ટ્રોલના નિશાના પર આવી ચુકી છે. અનુષ્કા વિરાટ કોહલીની મિત્ર અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમના ભૂતપૂર્વ સાથી એબી ડી વિલિયર્સે થોડા દિવસો પહેલા વિરાટ કોહલીના માતા-પિતા બનવાના સમાચાર આપ્યા હતા. જોકે બાદમાં તેણે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું.


