- પાકિસ્તાનના વડાપ્રધાનનું મોટું નિવેદન
- કલમ 370 પર સુપ્રીમના ચુકાદા બાદ આવ્યું રિએક્શન
- ભારત પર દુનિયાનો સૌથી મોટો દંભી હોવાનો આરોપ લગાવ્યો
પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકરે કાશ્મીરને લઈને ધમકીભર્યા સ્વરમાં ટિપ્પણી કરી છે. તેમનું કહેવું છે કે કાશ્મીર કોઈ લઈ શકે નહીં. કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરતા પાકિસ્તાની PMએ ભારતને યુદ્ધની ધમકી આપી હતી.
પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકરે કલમ 370 પર ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરી છે. કાકરે કહ્યું કે કાશ્મીર અંગે, ‘પાકિસ્તાન તેના માટે 300 યુદ્ધ લડવા પડે તો પણ લડશે.’ કેરટેકર પીએમએ કહ્યું કે પાકિસ્તાન પર ત્રણ વખત યુદ્ધ લાદવામાં આવ્યું. તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે આ બાબતે કોઈને કોઈ ગેરસમજ ન હોવી જોઈએ અને તેમણે કાશ્મીર, શ્રીનગર અને બારામુલ્લાને લઈને તેમની ગેરસમજ દૂર કરવી જોઈએ.
પાક. અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં એસેમ્બલીને સંબોધતા, પીએમ કાકરે ફરીથી એજ વાત કરી તેમણે કહ્યું કે કાશ્મીર એ પાકિસ્તાનની નસ છે અને દેશ કાશ્મીરીઓને સ્વ-નિર્ણયના અધિકાર માટેના તેમના સંઘર્ષમાં “રાજદ્વારી અને નૈતિક” સમર્થન આપવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનના કાર્યવાહક પીએમ કાકરે કલમ 370 પર ભારતના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો હતો.
પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકરે ભારતની ટીકા કરી, તેને સૌથી મોટી લોકશાહીને બદલે “વિશ્વનો સૌથી મોટો દંભી” ગણાવ્યો. તેમણે જાતિ-આધારિત સામાજિક શાસન, પદ્ધતિસરની ધાકધમકી, લઘુમતીઓને હાંસિયામાં ધકેલી દેવા, રાજ્ય પ્રાયોજિત હત્યાઓ અને આતંકવાદને છુપાવવા માટે ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને વિવિધતાના પોકળ સૂત્રોનો ઉપયોગ કરવાનો ભારત પર આરોપ મૂક્યો હતો.
5 ઓગસ્ટ, 2019 ના રોજ, પાકિસ્તાનના વડા પ્રધાને કેન્દ્ર સરકારના પગલાંને માન્ય કરવાના ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયની નિંદા કરી, તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવી. કકરે કાશ્મીરી લોકો સાથે થયેલા કથિત અન્યાયના જવાબમાં પાકિસ્તાનની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં, કેટલાક ભાજપના નેતાઓના તાજેતરના નિવેદનોને ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને કાશ્મીરનો કોઈ ભાગ કોઈ લઈ શકે નહીં. ભારત તરફથી હાલમાં આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.


