- ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ
- દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા
- વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો
રાજ્યમાં ગરમી સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 13, 14, 15 એપ્રિલે વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જેમાં 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તેમજ 13 એપ્રિલે ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની આગાહી છે. 14, 15 એપ્રિલે નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે.
રાજકોટ તથા મોરબી, જૂનાગઢમાં વરસાદની આગાહી
14, 15 એપ્રિલે છોટાઉદેપુર, રાજકોટ તથા મોરબી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. અને 15 એપ્રિલે સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદ છે.
વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી છે. તેમજ ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ તાપમાના 41.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હાલ હિટવેવની શક્યતા નથી.


