મોટાભાગના જિલ્લામાં તાપમાન 1- 2 ડિગ્રી ઉચકાયું છે અને નલિયામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે, ડિસેમ્બર મહિનાથી ઠંડીમાં વધારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે 4 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
ગાંધીનગરમાં 20.8 ડિગ્રી, અમદાવાદ 21.1 ડિગ્રી, ભુજમાં 16.0 ડિગ્રી, કંડલામાં 17.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 18 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી તાપમાન, કેશોદમાં 18.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 20.0 ડિગ્રી, ડીસામાં 20.3 ડિગ્રી, વેરાવળમાં 21.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 21.4 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 21.0 ડિગ્રી, વડોદરામાં 21.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
દિતવાહ ચક્રવાત તમિલનાડુ-આંધ્ર તરફ આગળ વધ્યું
30 નવેમ્બર સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગે ચક્રવાત પહેલા ચેતવણી જાહેર કરી, વાવાઝોડું શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક રચાયું હતું : IMD,ચક્રવાત દિત્વાહ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે, 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ-પુડુચેરીની નજીક પહોંચશે લેન્ડફોલ સિસ્ટમની ગતિ અને દિશા પર આધારિત રહેશે.
24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, પવનોની દિશા બદલાતા ઠંડી ઘટી


