હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે, આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થવાને કારણે ઠંડી વધુ તીવ્ર થશે.
ઠંડીનો ચમકારો રાજ્યમાં અનુભવાશે
ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો રાજ્યમાં અનુભવાશે. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે અને તે લગભગ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.
અમરેલીમાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી મુજબ, આ તીવ્ર ઠંડીનું જોર 27 ડિસેમ્બરથી ધીમે ધીમે ઘટવાનું અનુમાન છે. આગામી 3 દિવસમાં તાપમાન ઘટશે. અમદાવાદમાં 15 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેશે. વીકેલા 24 કલાકમાં અમરેલીમાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


