- 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું
- પવનનોની દિશા બદલાતા તાપમાન ઘટયું
- આવતીકાલથી હજુ તાપમાનમાં થશે ઘટાડો
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને સાથે જ આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ લોકોએ હવે ડિસેમ્બરના અંતથી જ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે
રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
રાજ્યની વાત કરીએ તો 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું હતું અને સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. તો સાથે જ અમદાવાદમાં 16.4 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી, રાજકોટ 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, વડોદરા 15.2 ડિગ્રી, ભુજ 13.7 ડિગ્રી, કંડલા 14.5 ડિગ્રી, સુરત 17.4 ડિગ્રી, ભાવનગર 16.8 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી, ડીસા 13.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર 16.0 ડિગ્રી, કેશોદ 15.5 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું હતું.


