આજે સ્થૂળતાપણું એક ગંભીર સમસ્યા બની છે. જરૂર કરતાં વધુ વજન અનેક સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બને છે. આરોગ્ય નિષ્ણાત પણ કહે છે કે લોકોમાં ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવી ગંભીર બીમારીનું એક કારણ વધુ વજન છે. જો તમારું વજન વધવા લાગ્યું હોય તો ચેતી જાવ. વજન ઘટાડવા માટે કોઈ કડક ડાયટ નહી કોઈ વધુ પડતી કસરત નહીં પરંતુ આ બાબતો પર ધ્યાન આપશો તો જરૂર અસર થશે અને વજન ઘટશે.
સામાન્ય બદલાવ ઘટાડશે વજન
વજન ઘટાડવા લોકો જીમ પાછળ પૈસા ખર્ચે છે. તો કયારેક ક્રશ ડાયટ કરી પ્રોટીન શેક જેવા આહારને સામેલ કરવા લાગ્યા છે. આ તમામ બાબતો અસર તો કરશે પરંતુ જ્યારે તમે તમારા રૂટિનમાં પાછા ફરશો ત્યારે ફરી વજન બાબતે એ જ સ્થિતિ જોવા મળશે. માટે વજન ઉતારવા ના કસરત અને ના ડાયટ ફક્ત આ સામાન્ય બાબતો ધ્યાનમાં રાખો. અને આજે જ પોતાની દિનચર્યામાં આ બાબતોને સામેલ કરી દો.
ઇન્સ્યુલિન અને કાર્બોહાઇડ્રેટ્સ પર નિયંત્રણ
લોકોમાં જંકફૂડ અને તળેલા ખોરાક તેમજ સોફ્ટ ડ્રિંકસનું સેવન વધ્યું છે. વજન વધવા પાછળ આ ખાનપાનની આદતો જવાબદાર છે. ખાસ કરીને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર મહત્વનું છે અને આ ખોરાક શરીરમાં ઇન્સ્યુલિન અને કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધારે છે. આ ખોરાકનું સેવન કરવાથી શરીરમાં ચરબીનું અને બ્લડસુગરનું પ્રમાણ વધે છે.એટલે વજન ઉતારવું હોય તો રોજિંદા આહારમાંથી ઇન્સ્યુલિન અને કાર્બોહાઇડ્રેટ્સ વધારનારા ખોરાકને દૂર કરો.
શરીરમાં એસિડીટી દૂર કરવી જોઈએ
બજારમાં મળતા ફરસાણ અને ટેસ્ટી વાનગીના કારણે શરીરમાં એસિડીટીનું પ્રમાણ વધે છે. શરીરમાં વધતી બળતરા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે શરીરમાં બળતરા થાય ત્યારે તેની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે. આમ, કાર્યક્ષમતા ઘટતા શરીરમાં વધુ ફેટ જમા થવા લાગે છે. એટલે જ શરીરમાં ફેટ જમા ના થાય તેવા ખોરાકને આહારમાં સામેલ કરો. તમે ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા બળતરા વિરોધી ખોરાકનું સેવન કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )