- છાશનું સેવન પણ ઘટાડશે ફેટ
- કાકડીનો જ્યુસ શરીરને હાઈડ્રેટેડ રાખશે
- ફૂદીનો- લીંબુ પાણી વજન ઘટાડવામાં કરશે મદદ
સ્થૂળતા એ આજના જમાનામાં દરેકને સતાવી રહેલી સૌથી મોટી સમસ્યા છે. ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે સ્થૂળતા લોકોને પરેશાન કરે છે. જો તમે પણ સ્થૂળતાને ઘટાડવાના અનેક ઉપાયો અજમાવી ચૂક્યા છો તો હવે કેટલાક પીણાંને ડાયટમાં સામેલ કરો. આ ડ્રિંક્સ ઝડપથી તૈયાર પણ થશે અને સાથે વજન ઘટાડવામાં મદદરૂપ થશે.
કાકડીનો રસ
કાકડી ખૂબ જ હાઇડ્રેટિંગ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, આ સિવાય આ જ્યુસ પીવાથી વજન ઝડપથી ઘટે છે. કાકડીના જ્યુસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને શરીર હાઇડ્રેટ પણ રહે છે.
છાશ
છાશ પણ ખૂબ જ હાઇડ્રેટિંગ પીણું છે. વજન ઘટાડવા માટે તમે તેનું સેવન કરી શકો છો. તે ઝડપથી ઘરે તૈયાર થઈ જાય છે. તેમાં તમે અનેક મસાલા પણ મિક્સ કરી શકો છો. છાશમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે.
ફ્રૂટ જ્યુસ
વજન ઘટાડવા માટે નારંગી, મોસંબી, નારિયેળ પાણી અને વિવિધ પ્રકારના જ્યુસનું સેવન પણ કરી શકો છો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. રોજ વિવિધ પ્રકારના જ્યુસનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી ફટાફટ ઓગળવા માંડશે.
ફુદીનો-લીંબુ પાણી
વજન ઘટાડવા માટે તમે ફુદીના અને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. તેને પીવાથી શરીરમાં એકઠા થયેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે.
Disclaimer: આ લેખ વાચકોની જાણકારી વધારવા માટે મૂકાયો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે તેમ માનવું નહીં.