પશ્ચિમ બંગાળમાંથી સોનાની તસ્કરી કરવાની એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે જે સાંભળીને એમ થાય કે આ તે કેવો ચોર જે સોનું સગે વગે કરવા માટે સાયકલનો ઉપયોગ કરે છે?
સાયકલના ટાયરમાં સોનું!
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં, BSF એક એવા ચાલક તસ્કરને પકડી પાડ્યો છે જે સોનાના બિસ્કિટની તસ્કરી કરવા માટે સાયકલનો ઉપયોગ કરતો હતો. આ ચાલાક તસ્કર કોઈને શંકા ન જાય એટલા માટે સાયકલના ટાયરમાં કરોડોની કિમતનું સોનું સંતાડીને તેની તસ્કરી કરતો હતો. માલદા જિલ્લામાં, BSFને આ તસ્કર પર શંકા જતાં તેની સાયકલ ચેક કરી જે બાદ ₹1 કરોડથી વધુની કિમતના સોનાની દાણચોરીનો પરદા ફાશ થઈ ગયો હતો.
816 ગ્રામ સોનું ટાયરમાંથી મળ્યું
BSFની 119મી બટાલિયનના જવાનોએ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક મોટી દાણચોરીની કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે. મળતી માહિતી મુજબ આ ઓપરેશન દરમિયાન BSFની 119મી બટાલિયને સાયકલના ટાયરમાં છુપાયેલા સાત સોનાના બિસ્કિટ કબજે કર્યા તા. આ સોનાનું કુલ વજન 816.41 ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત ₹1 કરોડ 2 લાખથી વધુ હોવાની માહિતી સામે આવી છે. જોકે આ સમગ્ર ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે દાણચોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
BSFના જવાનોએ દેખરેખ વધારી
26 નવેમ્બર, 2025ના રોજ BSFની 119મી બટાલિયને આ સફળ કાર્યવાહી કરી હતી જેમાં એમએસ પુર બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં એક અજાણ્યો વ્યક્તિ સાયકલ સાથે રાખીને સોનાની દાણચોરી કરતો હોવાની બાતમી મળી હતી. માહિતી મળ્યા બાદ, BSFના જવાનોએ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી અને આસપાસના માર્ગો પર ખાસ ધ્યાન આપ્યું હતું જે બાદ બપોરના અરસામાં ગભગ 2:56 વાગ્યે, એક શંકાસ્પદ માણસ સરહદ તરફ સાયકલ લઈને આવતા તેની ચકાસણી કરતા દાણચોરીની કાર્યવાહીમાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: Thailand Flood: 300 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો કુદરતનો આ ખૌફનાક નજારો


