- ED અધિકારીઓ પર હુમલા અંગે DGPએ મોટું નિવેદન
- હુમલાખોરો સામે પશ્ચિમ બંગાળ પોલીસ કડક કાર્યવાહી કરશે
- શનિવારે EDના 3 અધિકારીઓ પર કરાયો હતો હુમલો
પશ્ચિમ બંગાળમાં કથિત રાશન કૌભાંડની તપાસ કરતી વખતે ગયા શનિવારે EDના ત્રણ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારીઓના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ED અધિકારીઓ પર હુમલા અંગે DGPએ મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના DGP રાજીવ કુમારે કહ્યું કે, ED પર હુમલા મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાશન કૌભાંડની તપાસ દરમિયાન ગત શનિવારે EDના ત્રણ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સાથે હાજર સિક્યુરિટી ગાર્ડ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાના દિવસે તપાસ અધિકારીઓના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં સ્થાનિક તૃણમૂલ નેતા શેખ શાહજહાંના સમર્થકોને આરોપી મુક્યો છે.
પશ્ચિમ બંગાળના DGP સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ગંગાસાગર મેળામાં સુરક્ષાની બાબતોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ED અધિકારીઓના સવાલ પર તેમણે કહ્યું કે, કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રવિવારે રાજ્યના બંધારણીય વડા અને રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્યના પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ED પર હુમલાની નિંદા કરી હતી. તેણે રાજ્યના પોલીસ પ્રશાસન પાસેથી જવાબ પણ માંગ્યો હતો કે શા માટે ગુમ થયેલા શાહજહાંની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.


