- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વિવાદ
- દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ
- સેના શક્ય તેટલી નૈતિકતા બતાવી રહી છે: નેતન્યાહુ
ગાઝામાં નરસંહાર કરવાના ઇઝરાયેલ પર દક્ષિણ આફ્રિકાના આરોપ પર ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે, અમારી સેના શક્ય તેટલી નૈતિક રીતે અભિયાન ચલાવી રહી છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હવે વિવાદનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવીને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કર્યો છે. હવે નેતન્યાહુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલ દ્વારા જે પ્રકારની નૈતિકતા દેખાડવામાં આવી છે તેનો કોઈ મેળ નથી. તેલ અવીવમાં કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે ગાઝામાં અમારી સંરક્ષણાત્મક લડાઈની નૈતિકતા અને ન્યાય બેજોડ છે અને અમે તેને ચાલુ રાખીશું.
‘હમાસ ગાઝામાં નરસંહાર નથી કરી રહી’
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે ICJમાં ઈઝરાયેલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે આ દેશ ગાઝામાં નરસંહાર કરી રહ્યો છે. આ અંગે નેતન્યાહુએ દક્ષિણ આફ્રિકાને સંબોધતા કહ્યું કે નરસંહાર આપણે નથી કરી રહ્યા પરંતુ હમાસના આતંકવાદીઓ આ કરી રહ્યા છે.
‘સેના શક્ય તેટલી નૈતિકતા બતાવી રહી છે’
તેણે કહ્યું કે જો હમાસ માટે શક્ય હશે તો તે આપણને બધાને મારી નાખશે. તેનાથી વિપરીત, ઇઝરાયેલી સેના શક્ય તેટલી નૈતિક રીતે વર્તી રહી છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસે દક્ષિણી ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝામાં ઈઝરાયેલી સેનાના અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 21,800 લોકોના મોત થયા છે. હમાસ શાસિત ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે જીવ ગુમાવનારાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બેન્જામિન નેતન્યાહુએ એમ પણ કહ્યું છે કે ગાઝામાં ચાલી રહેલી લડાઈ સમાપ્ત થવાથી ઘણી દૂર છે.


