- કપિંગ થેરાપી એ વૈકલ્પિક દવાનું એક પ્રાચીન સ્વરૂપ છે
- ઘણા લોકો તેને દુખાવો અને સોજાથી રાહત મેળવવા માટે કરાવે છે
- તે સંધિવા, ફાઈબ્રો મલેશિયા, ખીલ અને ખરજવુંથી રાહત આપે
લોકો સ્વસ્થ આહાર અને વ્યાયામ સહિત પોતાને ફિટ રાખવા માટે ઘણી પદ્ધતિઓનો પ્રયાસ કરે છે તેમાંથી કપીંગ થેરાપી એક છે. આજકાલ ઘણી સેલિબ્રિટી અને ઘણા લોકો આ થેરાપી કરાવે છે. તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજકાલ લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આને લગતી પોસ્ટ શેર કરે છે. કેટલાક લોકોના મનમાં હજુ પણ આ પ્રશ્ન છે કે કપિંગ થેરાપી શું છે અને તે વ્યક્તિ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કપિંગ થેરાપી શું છે?
કપિંગ થેરાપી એ વૈકલ્પિક દવાનું એક પ્રાચીન સ્વરૂપ છે જ્યાં ચિકિત્સક સક્શન બનાવવા માટે તમારી ત્વચા પર થોડી મિનિટો માટે ખાસ કપ મૂકે છે. તેનો હેતુ તમારા શરીરના અમુક ભાગોમાંથી લોહીને દૂર અથવા અંદર ખેંચવાનો છે. ઘણા લોકો તેને દુખાવો અને સોજાથી રાહત મેળવવા માટે કરાવે છે જ્યારે ઘણા લોકો શરીરમાં હળવાશ અનુભવવા અને એક પ્રકારનું ડીપ ટિશ્યુ મસાજ કરાવવા માટે કરાવે છે. આ ઉપચારમાં કાચ, વાંસ, માટીના વાસણ, સિલિકોન અથવા પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવામાં આવે છે.
કપિંગ ઉપચારના ફાયદા
કપિંગ થેરાપીના ઘણા ફાયદા છે. તે એનિમિયા અને હિમોફિલિયા જેવી રક્ત વિકૃતિઓની સમસ્યામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે સંધિવા, ફાઈબ્રો મલેશિયા, ખીલ અને ખરજવુંથી રાહત આપવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તે કમરના દુખાવા અને શરીરના દુખાવાથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કપિંગ થેરાપી માઈગ્રેન, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા, ડિપ્રેશન અને વેરિસોઝ વેઈનથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લીમેન્ટરી એન્ડ ઈન્ટીગ્રેટિવ હેલ્થ કહે છે કે આ બધી પરિસ્થિતિઓ માટે કપિંગનો ઉપયોગ કરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે હજુ સુધી કોઈ સંશોધન નથી. એક અહેવાલમાં જણાવયું છે કે, કપિંગ થેરાપી ખીલ, હર્પીસ ઝસ્ટર અને પીડાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે પરંતુ સંશોધકો કહે છે કે વધુ સારા અભ્યાસની જરૂર છે.
જો કોઈ વ્યક્તિ કપિંગ થેરાપી કરાવવા માંગતી હોય તો પણ તેણે તેના વિશે તેના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કારણ કે આ થેરાપી પછી ત્વચામાં ચેપ અને બળતરા થઈ શકે છે. આ સાથે તે ત્વચા પર નિશાન પણ છોડી દે છે.
નોંધ: આ પ્રકારની કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા પહેલા તમે ડોક્ટર અથવા તો જાણકારની સલાહ લઈ શકો છો.