અનાસક્તિની અને આસક્તિ વિશે એક સરસ વાર્તા છે. એક વખત બધા દેવોના રાજા ઇન્દ્ર સુખની ખોજમાં પૃથ્વી પર આવ્યા. તેમણે ભૂંડનું રૂપ પસંદ કર્યું. એક સુંદર માદા ભૂંડ શોધી તેની સાથે લગ્ન કર્યાં અને તેની સાથે ડઝન બચ્ચાં પેદા કર્યાં. સમય જતાં તે તેમની સાથે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલા અને આસક્ત થઈ ગયા.
દેવોએ સ્વર્ગમાં ધીરજપૂર્વક રાહ જોઈ, એમ વિચારીને કે આ ટૂંકો આનંદ પ્રવાસ છે, પણ જ્યારે ઇન્દ્ર લાંબા સમય સુધી પાછા ન ફર્યા, ત્યારે તેઓ નીચે આવ્યા અને આ આખો ભૂંડ-કારોબાર ચાલતો જોયો. પછી તેમણે એક બચ્ચાને મારી નાખવાનો નિર્ણય કર્યો, એવી આશા સાથે કે આ દુઃખ ઇન્દ્રને તેમના સાચા સ્વરૂપનો અહેસાસ કરાવશે અને તેઓ પાછા ફરશે. પણ ધારો કે તમારે પાંચ બાળકો છે અને તમે અચાનક એકને ગુમાવો છો, તો તમે બાકીના ચારને વધુ મજબૂતાઈથી વળગી રહેશો. દરેક મારેલા બચ્ચા માટે ઇન્દ્ર બાકીનાં બચ્ચાંઓને વધુ મજબૂતાઈથી વળગ્યા. પછી દેવોએ વિચાર્યું કે ઇન્દ્રની ખરી આસક્તિ તેમની પત્ની હતી એટલે તેમણે તેને મારી નાખી. હવે તે ખૂબ દુઃખી થયા. ટૂંક સમયમાં તેમના ભૂંડ મિત્રો અને સગાંઓએ તેમને બીજી પત્ની શોધવાની સલાહ આપી અને આખો ભૂંડ-કારોબાર ફરી શરૂ થયો.
દેવો હવે આ બધાથી પૂરેપૂરા મૂંઝવણમાં હતા. જ્યારે નારદ, સમજદાર ઋષિ, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ બધું જોયું. તેમણે કહ્યું, `તમે તેની પત્ની અને બાળકોને શા માટે મારી નાખ્યાં? તેની આસક્તિ પોતાના શરીર સાથે છે. શરીરનો નાશ કરો.’ એટલે દેવોએ તેના શરીરના બે ભાગ કર્યા અને ઇન્દ્ર બહાર આવ્યા અને કહ્યું, `હું અહીં વળી શું કરી રહ્યો છું?’ અને સ્વર્ગમાં પાછા ફર્યા.
શરીર સાથેનું બંધન ઊંડું છે. તે બધી આસક્તિઓનો સ્રોત છે. તો તમારે બીજે ક્યાંક અનાસક્તિની શોધમાં જવાની કે તમારા જીવનમાંથી આ અને તેને દૂર કરવાની જરૂર નથી. તમારે બસ તમારા પોતાના શરીરથી સ્વયંને એક અંતરે કેમ રાખવા તે જાણવાની જરૂર છે. યોગ ભેગા કરેલા શરીરથી આ અલગાવ અને સ્વતંત્રતાની ભાવના લાવવા માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે, એક સાધન અને તકનીક છે.
તમને ગમે કે ન ગમે, તમારા શ્વાસ, શરીર અને અસ્તિત્વમાં તમે સમગ્ર સાથે અલગ ન કરી શકાય તેવી આસક્તિમાં છો. એટલે આસક્તિ વિશે અચકાશો નહીં. અનાસક્તિ વિશેના બધાં શિક્ષણો સાંભળશો નહીં. અત્યારે આસક્તિ ખરાબ છે એવાં બધાં શિક્ષણોથી તમે સામેલ થવામાં અચકાઈ રહ્યા છો. તમે તમારી જાતને અલગ કરો છો તેનાથી સ્વતંત્રતા નહીં આવે. સ્વતંત્રતા બસ ત્યારે જ આવે છે જ્યારે તમે બધી વસ્તુઓને તમારા પોતાના એક ભાગ તરીકે સમાવો છો. જો તમે બધી વસ્તુઓને તમારા પોતાના એક ભાગ તરીકે સમાવો છો, તો તમારી પાસે કોઈ ઓળખ બાકી નહીં રહે, તે યોગ છે.