અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે અને લાખો લોકોને શ્વાસ લેવા યોગ્ય હવા પૂરી પાડે છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળા અંગે સરકારના પ્રતિભાવ બાદ રાજસ્થાન સહિત દેશ ભરમાં રાજકારણ ગરમાયું છે.
સોશિયલ મીડિયા પર ‘સેવ ધ અરવલ્લી’ અભિયાન
સામાજિક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર ‘સેવ ધ અરવલ્લી’ નામનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સરકારના પ્રતિભાવથી લોકોની ચિંતા વધી છે.અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારના જવાબમાં જણાવાયું છે કે અરવલ્લીને ઓળખવા અને સંરક્ષણ માટે સીમાઓ નક્કી કરવા માટે ઊંચાઈનો આધાર હોવો જોઈએ. જેના આધારે એ નક્કી કરી શકાય કે આમાંથી કઈ ટેકરીઓને પર્વતમાળાનો ભાગ ગણવી.
વિવાદ પાછળનું સાચું કારણ?
સરકારના મતે, સ્થાનિક જમીન સ્તરથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ટેકરા, નાની ટેકરીઓ અને ખાડાવાળા વિસ્તારોને અરવલ્લીની વ્યાખ્યામાં શામેલ ન કરવા જોઈએ. હવે જો આમ નક્કી કરીને સરકારના નિર્ણય મુજબ કાર્યવાહી ફાઇનલ થાય તો અરવલ્લી પર્વતમાળાનો મોટો ભાગ નાશ પામે એવી ચિંતા સેવાઇ રહી છે.
ખાણકામ બંધ કરવાનો આદેશ
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) એ 10,000 ટેકરીઓને અરવલ્લી ટેકરીઓ જાહેર કરી અને આ વિસ્તારોમાં ખાણકામ બંધ કરવાનો આદેશ આપ્યો. રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેમાં કહેવામાં આવ્યું કે આનાથી તમામ ખાણકામ બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે એક નવો કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે હાલના ખાણકામ ચાલુ રાખી શકાય છે, પરંતુ તેમને સાબિત કરવા માટે નવી પરવાનગી મેળવવી પડશે કે તેઓ ખાણકામ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા નથી.
આ પણ વાંચો: Delhi VHP Protest: દિલ્હીમાં VHPનો વિરોધ, બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યાથી ઉગ્ર રોષ


